________________
૧૬. ધર્મ અને વચન
૧૩૯
નદીની આ બાજુ રહેનારા “હિંદુ'. આમ બલુચિસ્તાન, અફઘાનિસ્તાનવાળા ભલે તે નદીના હિસાબે તેમ માને પણ ચીનવાળાને સિંધુ નદી આવતી નથી, તે તે શું કહેશે? “હિંદુ’ શબ્દને અર્થ ન સમજાય ત્યારે જેમ તેમ ગોઠવી દેવું પડે.
ગડબડ તિથિ અને ગડબડ વાર એક માણસ હતું. તેને વારની ખબર ન પડે, માટે તેણે એક લાકડું મૂકયું, બીજે દિવસે બે લાકડાં મૂક્યાં રવિવારે વધારે મૂકયાં. તેણે આવી રીતે લાકડાં ગઠવ્યાં. માટે કેઈએ પૂછયું કે આજ કઈ તિથિ?
ચેથ. (લાકડાની ગણતરી કરીને તે જવાબ આપે.)
એક વખત છેકરાઓએ લાકડાં આડાઅવળાં કર્યા અને તેવા વખતે કઈ પૂછવા આવ્યું તે જવાબ આપે કે ગડબડ તિથિ અને ગડબડ વાર. ગડબડ તિથિ અને ગડબડ વાર કરવાની માફક હિંદુ શબ્દને સાચા અર્થ સૂઝે નહિ, પણ સિંધુની આ બાજુ રહેનારા “હિંદુ તેમ ગોઠવી દીધું.
હવે આપણે વિચારીએ. હિંદુ’ શબ્દ પ્રસિદ્ધ છે. પણ તેને અર્થ ખબર નહિ. તેથી આપણે શબ્દની પ્રીતિવાળા કહેવાઈએ. તું હિંદુ નહિ તેમ કોઈને કહે છે તે લાકડી લઈને ઊભું થાય. પણ તેને પૂછીએ કે “હિંદુ શબ્દને અર્થ છે ? તે બેલે તે બે. ખાય, કારણ કે જ્યાં સુધી, તેને અર્થ જાણવામાં આવે નહિ તે તે પ્રીતિ કયાંથી થાય? જે “હિંદુ, શબ્દ મુસલમાનેને અંગે થયે હોય તે મુસલમાનેએ હિંદુ’ માટે કાફર’ શબ્દ મૂક્યું છે. તેથી કાફર અને સિંધુને શો સંબંધ છે તે કંઈ વિચાર્યું ? જેમ પેલાએ ગડબડ તિથિ અને ગડબડ વાર કહ્યો, તેમ અહીં “સિંધુ' ઉપરથી હિંદુ કયાંથી કાઢયે? મુસલમાને તેને કાફર” અર્થ કેમ કર્યો?
હિંદુ એટલે? સૂત્રકાર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી કે ગૌતમસ્વામીજી