________________
ષોડશક પ્રકરણ દર્શન
ફકીરને બાદશાહને જવાબ એક ફકીર બાદશાહને ત્યાં આવી માંગવા લાગ્યા. ત્યારે બાદશાહે સિપાઈને કહ્યું કે “અરે સિપાઈ! આને અહીંથી બહાર કાઢો ત્યારે ફકીરે સામે આવ્યું અને કહ્યું કે “મને કયાંથી કાઢીશ? અમે તે બધાથી બહાર નીકળેલા છીએ. અમે ગામ, દેશ, ઘર, ખેતર વગેરેવાળા નથી. જે વસ્તુ સ્થિર હેય તેને કાઢવાની જરૂર છે, પણ જે વસ્તુ નિયમિત સ્થિર ન હોય તે વસ્તુને કાઢવાની કયાંથી?” આ વાતથી બાદશાહને ચૂપ થવું પડયું.
સાધુએ આપેલું રાજીનામું સાધુપણું લેનારે ગામ, નગર, ઘર, બધાંનું રાજીનામું આપ્યું છે. સાધુપણું લેનારને દેશ, વેશ, માલ વગેરેનું રાજીનામું આપવું પડે તેથી કાયદો પણ એમને સીવીલી ડેડ નામે કહે છે. એટલે તે લેવડદેવડ કંઈ પણ કરી શકે નહિ. માલમિલક્ત, ધન વગેરેનું રાજીનામું પિતે દીધું છે અને દુનિયાએ તે કબૂલ કરેલું છે. આથી જ શ્રાવકના સામાયિક, પૌષધ કરતાં કહે છે: “સાવજર્જ જેગં પચ્ચકખામિ). તે રાજીનામું નહિ, કારણ કે સામાયિક વગેરે પાર્યા પછી તમે સામાયિકમાં હે તે વખતે તમારા મુનિએ જે લેવડદેવડ કરી હોય છતાંય કહે કે મારા મુનિએ કરી. તે વખતે રાજીનામું ન હોય. શ્રાવકના સામાયિક, પૌષધ તે દેશ, વેશ વગેરેનાં રાજીનામાં નહિ. એક કલાક સાધુપણું લઈને પાછા ઘેર આવે અને તે સાધુપણને દા કરે તે કાયદે તેના નામે ગણે નહિ વારસના નામે હક ચાલે નહિ. કારણકે દેશ વેશ, માલમિલક્ત કુટુંબકબીલા વગેરેનું રાજીનામું આપ્યું છે.
મૂળ વાત પર આવીએ. અત્યારે ત્યાગની વાત ચાલે છે. પિતાનાં જે જમીન, માલમિલક્ત, કુટુંબકબીલે, બગીચો, મહેલ, બંગલે વગેરેમાં માલિકી ન ચાલે, કારણકે બધું સરાવીને તે નીકળે છે. ગૃહસ્થ ભલે દોઢ મહિને ઉપધાન વહ્યા હોય, પણ તે રદ થતું નથી, કારણ કે તેણે રાજીનામું નથી આપ્યું. સામાયિકાદિમાં અનુમોદનાદિ રાખીને છેડ્યું હતું, પણ સર્વથા છોડ્યું ન હતું.