________________
છે ખ્યા દેવ અને ધર્મની પરીક્ષા ફૂE BRA
SABARI
નિકાશના પ્રતિબંધ વગરની ચીજ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ જગતભરમાં એક જ ચીજ નિકાશના પ્રતિબંધ વગરની છે. જગતની બીજી બધી ચીજો નિકાશના પ્રતિબંધવાળી છે. આ જગત જે દેરાય છે તે કંચન, કામિની, કુટુંબ અને કાયાના નામે દોરાય છે. આ ચારે પદાર્થો દોરવણી આપે છે, દેરે છે. જીવનપર્યત દોરે છે, પણ તે ચારે નિકાશના. પ્રતિબંધવાળી છે..
આસ્તિકને પ્રયાસ જેઓ નાસ્તિક છે, તેઓ ને માનતા નથી, જેને “જીવ બીજે ભવ જાય છે, તેમ માનવું હેય તેને આ વસ્તુ બીજે ભવ આવશે કે નહિ, તેનો વિચાર હોય, પણ જેને “જીવ બીજે ભવ જાય છે તે માન્યું નથી. તેને આ વિચાર ન આવે. તે માને છે કે જીવ નથી તેથી આ બધી મહેનત ધૂળમાં છે. આસ્તિકની અપેક્ષાએ જીવનભરમાં જે મહેનત કરવામાં આવે તે તેનું ફળ ધૂળ છે એમ નાસ્તિક માને છે. લાખે, અબજો મેળવ્યા છતાં તે બધું મૂકીને જવાનું. જાદવેની માફક કરોડોનું કુટુંબ હોય તે તે પણ મૂકીને જવાનું. ચક્રવર્તીની માફક લાખો સ્ત્રીઓ મેળવી તે તે પણ મૂકીને જવાનું કાયા પણ ભીમસેન જેવી મેળવી છતાં તે પણ મૂકીને જવાનું. આ વસ્તુઓ મૂકીને જવા માટે છે એમાં આસ્તિક કે નાસ્તિકને મતભેદ નથી, પરંતુ આસ્તિક તે સમજે છે કે આ મૂકવી પડશે, માટે તેમાંથી જેટલું સાર લેવાય તેટલે લઈ લે. જેમ ઘર સળગ્યું હોય તે તેમાંથી બચાવાય તેટલું બચાવી લેવું. તેથી આસ્તિકને પર ભવમાં,