________________
ષોડશક પ્રકરણ દર્શન
ગણું, ૧૧૭ ખરાબ ગણી કારણકે બીજી બધી પ્રકૃતિએ કર્મના ઉદયથી બંધાય છે. આ ત્રણ પ્રકૃતિ કમના ક્ષયોપશમથી બંધાય છે. આત્માની નિર્મળતા થાય ત્યારે તે ત્રણ બંધાય; ૧૧૭ આત્માની મલિનતાથી બંધાય. તીર્થંકર નામકર્મ, આહારક-શરીર અને આહારક-અંગોપાંગ આ ત્રણ જ પ્રકૃતિ આત્માની નિર્મળતામાં બંધાય. નિર્મલ આત્મા જ તે બાંધી શકે. પહેલામાં સમકિત કારણ છે. બીજા બેમાં સંજમ કારણ છે. આ ત્રણ પ્રકૃતિ નિર્મળતામાં બંધાતી હોવાથી શાસ્ત્રકાર એ ત્રણને “સારી’ ગણે છે, તે આદરવા લાયક છે. બેમાં સંજમ જડ છે તેથી સમક્તિ આવી ગયું. સમકિત કયાં છે? જ્યાં એવી ભાવના હોય કે જગતને કઈ જીવ પાપ ન કરે, દુઃખી ન થાવ ને મોક્ષ પામેએવી ઈચ્છા થાય ત્યાં સમક્તિ છે.
શેઠની ભાવના કેવી? આ બાબુની ભાવના જેવું હોય તેકેઈઓચ્છવ મહત્સવ હશે. સ્વામી-વાત્સલ્ય થતાં હશે, આપણે પણ કરવાં સારાં છે. માટે મુનિમજીને શેઠે કહ્યું, “મુનિમજી ! આટલા ખર્ચે આપણે સ્વામી-વાત્સલ્ય કરવું.” મુનીમ તે સાંભળી બધી સાધનસામગ્રી તૈયાર કરીને નેતરાં દઈ આવ્યું.
ત્યારે શેઠે કહ્યું કે આ કેનું સ્વામી-વાત્સલ્ય? મુનીએ કહ્યું કે “આપનું શેઠ : મારું કેમ? આપે સવારે કહ્યું હતું ને? ત્યારે શેઠે કહ્યું કે તે મારી ભાવના હતી. આવી પણ તમારી બુદ્ધિ હોય છે ને?
ભાવના કઈ ? આખું જગત મોક્ષે જાવ. તે પછી તમારાં શાસ્ત્રશાસન ખોટાં, કારણ કે જગતમાં બધા ભવ્ય નથી, તેથી તે બધા મેક્ષે જાય નહિ. છતાં તમે કહે છે કે “બધા ક્ષે જાવ તે તે શાસ્ત્ર ખોટું ગણાયને ?