________________
૧૦. સામાન્ય કેવળી અને તીર્થકર
લેક વિરુદ્ધમાં બાકી ન રહ્યું. દુષ્કૃત્ય ખરાબ છે. જે કાંઈ લેક વિરુદ્ધ હોય તે બધું વજવું.
લેક વિરૂદ્ધ કાર્ય કર્યું? નિંદા.
કેઈની પણ નિંદા કરવી તે લક વિરુદ્ધ ગણાય. તેથી ગુણવાળાની નિંદા વિશેષે ન કરવી. આ ઉપરથી તત્ત્વ શું? પુરૂષને આપત્તિ આવે તે સહન કરાય છે. જે દુષ્કૃત્ય અને લેકવિરૂદ્ધ હોય તેને પ્રથમ ત્યાગ કર.
દષ્ટિ શાની રાખવી? સાધ્યની કે સોગની ? મૂળ વાતમાં આવીએ. મહાવીર મહારાજા રાજકુળમાં રાજકુંવરપણામાં આવી ત્યાગની પરિણતિમાં બે વર્ષ લાગલગાટ રહેલા હશે. સંગ ને તપાસ્યા છતાં સાધ્યને તપાસે. સાધ્યને તપાસનાર મનુષ્ય કલ્યાણ સાધશે, પણ સંયોગને સાધનાર મનુષ્ય કલ્યાણ નહિ સાધી શકે. માટે સાધ્યની દષ્ટિવાળે સાધ્યને સાધી શકશે. તે ભગવાન મહાવીર મહારાજે બતાવ્યું, છતાં શાસ્ત્રકારે કે કુદરતે તે બે વર્ષના ત્યાગને જમે ખાતે લીધું નહિ. માટે ત્રીસ વર્ષ ગૃહસ્થાવસ્થાનાં ગયાં. તેવી રીતે કુદરતે પણ બે વર્ષ ન ગણ્યાં. એટલે ત્રીસમે વર્ષે મન:પર્યાવજ્ઞાન થયું. “ઘેર બેઠાં ધર્મ કયાં થતું નથી?” આમ બોલનારે વિચારવું જોઈએ કે કુદરત અને શાસ્ત્રકાર તેની ના પાડે છે. તે તું શા માટે તેવું માનવા તૈયાર થયે? આ ભગવાન મહાવીરે આટલે ત્યાગ કર્યો, છતાં શાસ્ત્રકારે અને કુદરતે તે ત્યાગહિસાબમાં ન લીધે.
મરીચિનું વૃત્તાંત મરીચિનું એક જ વચન એને કોડાકોડ સાગરોપમાં ભમાડનાર થયું. તે ખરાબ છતાં ચડતી દશા ગણાય. કપિલ મરીચિ પાસે પ્રતિબંધ પામે છે. મરીચિ ઘા ખાઈ ગયું છે. તે વખતે તેને વિચાર ફર્યો છે. મારા પ્રતિબંધેલા ધર્મગુરૂ બની જાય પણ ગમે તેવું થાય તે પણ તે મારી સેવા કરતા નથી. મરીચિની સેવા કેઈએ ન કરી. તે કરે તે વ્યાજબી પણ નથી. મારે સેવા કરાવવી તે વ્યાજબી નથી. કારણકે હું અવિરતિ છું, તેઓ વિરતિવાળા છે. તેઓ ધર્મમાર્ગ દેનારા છે તે હું નહિ. માટે તેમને શાસ્ત્રની સરણી કામ લાગશે.