________________
૯. આરાધના અને શકિત
૯ તે ન જોઈ શકે. તેથી સૂર્યના પ્રકાશપણમાં ન્યૂનતા નહિ. તેમ જિનેશ્વર મહારાજા યે કાયના જીવોના ઉદ્ધાર માટે તૈયાર થયા. તે માટે તેઓ પ્રયત્ન કરે છે. વચન, ઉપદેશ દ્વારા જિનેશ્વરે ઉપકાર કરે, પણ ખરેખર તે સમજનાર કોણ?
જિનેશ્વર ભગવાનના વચનની આરાધના કરવી જોઈએ, તે વચન આત્માના કલ્યાણનું કારણ છે, મોક્ષ આપનાર વચન જ છે આ નિશ્ચય થ જોઈએ. વચનથી નિરપેક્ષ થઈએ અને ધર્મ ન થાય તેમાં નવાઈ શી? પદાર્થ જે હોય તે તે કયારે જોઈ શકીએ? આંખ ઉઘાડીએ ત્યારે પદાર્થ જોઈ શકીએ. તેમ અહીં જિનેશ્વર મહારાથી ઉપકાર થાય પણ તે કયારે થાય? તેમના વચનની આરાધના કરીએ ત્યારે જ.
હવે ધર્મ શી ચીજ છે? વચન શી ચીજ છે? આરાધના શી -ચીજ છે? તે જે જણાવશે, તે અગે વર્તમાન.
સર્વજ્ઞપણું એક સમયમાં મળે ત્યારે વીતરાપણું અનંત જન્મની મહેનતે મળે છે.
દુનિયાદારીનાં દુઃખે એ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યને જગાડનાર છે.
આશ્રવના કાર્યોમાં જે મન પ્રવર્તતું હોય તેથી બચવા માટે સમતાભાવ એ પરમ સાધન છે.