________________
ખ્યા
અધિકાર અને અધિકારી 2)
વૈદક કરતા વૈદુ મુશ્કેલ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી. ગયા કે આ સંસારમાં વૈદક સહેલું નથી તો પણ તે સહેલું છે. વૈદક કરતાં વૈદું મુશ્કેલ છે તે વળી શું? વૈદક ને વૈદું તે કઈ ચીજ ! રેગેનાં કારણે, તેનાં સ્વરૂપને તેની ચિકિત્સાને જાણવાં તે.
હવે ધારો કે કઈ દર્દી આવ્યું. તેને રેગ, તે રેગનાં કારણો અને તેની દવા જાણે. વૈદક બન્યા છતાં વૈદું ન જાણે તે ઊંટવૈદું” ગણાય. કાલે જણાવી ગયા કે ઊંટના ગળા ઉપર લાત મારી અને ચીભડું ફાટી ગયું અને સાંજે બેસી ગયે. તેને ભાવાર્થ નહિ જાણનારે ગળે ગૂમડું થયું, ત્યાં ગયે અને તેને લાત મારી તે શું પરિણામ આવ્યું? વૈદક મુશ્કેલ, છતાં વૈદક કરતાં વૈદું મુશ્કેલ છે તેમ અહીં શાસ્ત્રકાર કહે છે કે ધર્મ દેશનાને અધિકાર મુશ્કેલ છે.
ઢઢેરે વાંચવાને હક્ક છેને ? દુનિયામાં શહેનશાહી ઢંઢરે વાંચે કેણ? જે શેરફ હોય છે. તે શેરીફ કેણ હોય? તે શહેનશાહને સંપૂર્ણ વફાદાર રહેતે હેય; અને જે શહેનશાહની આબાદીએ પિતાની આબાદી ને શહેનશાહની આઝાદીએ પિતાની આઝાદી ગણતે હેય. વળી શહેનશાહની આબાદી અને આઝાદી માટે પિતાની આબાદી અને આઝાદીને ભેગ આપે ત્યારે શેરીફ તરીકે નીમાવવા માટે તે લાયક થાય. તેવાના હાથે જ શહેનશાહને ઢરે વંચાય. રસ્તા ઉપર જેટલા ચાલનારા છે તે વાંચી શકનારા છે, છતાં વાંચવાનો અધિકાર કેને? શહેનશાહની આબાદી અને આઝાદીમાં તમન્નાવાળે હોય તેને તે અધિકાર છે.