________________
આરાધના ૨
ધના અને શક્તિ
છે
વ્યકિત–પરમેશ્વર કે ગુણે? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં જૈને અને જૈનેતર બને પરમેશ્વરને માને છે. આસ્તિક માત્ર દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ પદાર્થ માટે મતભેદવાળા નથી. દરેક આસ્તિક દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વને માને છે. જ્યારે દરેક આસ્તિક દેવ” તત્ત્વને માને છે. તે ભેદ શામાં? વ્યક્તિમાં ને? તમે પરમેશ્વરને મહાવીર, ઋષભદેવ વગેરેનમે માને છે ને બીજાઓ વિષ્ણુ, મહાદેવ, બ્રહ્માને નામે માને છે. માટે નામ કે વ્યક્તિમાં ભેદ કે બીજું કંઈ ? વાત ખરી, પણ ફરક કર્યો છે, તે વિચારે ત્યારે માલુમ પડે. વિચાર ન કરનારને પદાર્થનું સ્વરૂપ માલુમ પડતું નથી. ગમારને કાચ-હીરે, સોનું-પિત્તળ,ચાંદીકલાઈ વચ્ચે ફરક હેતું નથી. ગમારને તે આ એ પીળું ને તે એ પીળું. તેને તે પીળું એટલું સોનું. તેમ અહી પણ એ વ્યક્તિભેદે દેવભેદ માન્ય છે. તમે મહાવીરને માને તે માનીએ, તેમ અહીં નહિ, કેમકે પ્રથમ તે જૈને વ્યક્તિને પરમેશ્વર માનતા નથી. ધ્યાન રાખજો આ વાતનું સમાધાન આગળ આવશે. જેનો વ્યકિતને પરમેશ્વર નથી માનતા પણ ગુણીને પરમેશ્વર માને છે. તેથી જેટલા ગુણવાળા થયા તે બધાને પરમેશ્વર માને છે. તેથી જૈનો અનેક પરમેશ્વરને માનનારા ગણાય. વ્યક્તિને–પરમેશ્વર માનનારાને એક જ પરમેશ્વર માન પડે.
જેમકે એક જ માલિક તેનું ફલાણું નામ એટલે ખલાસ. ફલાણું આમ કરે તે માલિક.” આ ગુણ ઉપર ગયા. તેવા જે હોય તે માલિક ગણાય.