________________
७४
- પડશક પ્રકરણ દર્શન. વ્યક્તિને નથી માનતા. સર્વને એકસરખ, સર્વકાળ નમસ્કાર રહે માટે “નમે અરિહંતાણું” રાખ્યું. ગુણ ઉપરથી એ ગુણવાળા, અરિહંતદે છે. જૈનેતરેએ દેવ માન્યા વ્યક્તિગત; જેનેએ દેવ માન્યા, વ્યક્તિને પણ તે વ્યક્તિગત તરીકે નહિ પણ ગુણ તરીકે. નવ પદ અને વીશ સ્થાનક
અરિહંતની આરાધના એટલે શું? અરિહંત એટલે શું? અરિહંતને સામાન્ય અર્થ કરી દઈએ કે વીશ સ્થાનક આરાધી જિન-નામકર્મ બાંધી દેવલોકમાં ગયા ને ત્યાંથી આવીને થયા તે અરિહંત, બહારનું સ્વરૂપ તે તેમ જ છે, પણ અંદર અરિહંતની જડ, સ્કંધ અને ફળ. તે ત્રણ તરફ લક્ષ્ય દેશો તે માલુમ પડશે કે અરિહંતની જડ કઈ ? આપણામાં નવ પદ અને વીશ સ્થાનકની આરાધનામાં નવું શું હતું ? જેનોને આરાધ્ય નવ ચીજ છે. તે સિવાય બીજું કંઈ નથી. વીશ સ્થાનકમાં જુદા જુદા બેવડાવ્યાં છે, તેનાં નામ. જુદા જુદા રૂપે રાખ્યાં.
નવ પદને છોડીને વશ સ્થાનકમાં જવાની જરૂર શી હતી? નવ પદ અને વિશ સ્થાનકમાં પહેલી અરિહંતની આરાધના છે. નવ પદ ને વીશ સ્થાનક જુદાં નથી તે નવ પદ અથવા વીશ સ્થાનક. આરાધવાં હતાં. અરિહંતને આરાધતાં, અરિહંતની પૂજા, ભક્તિ, બહુમાન, સન્માન કરનારાની બે દષ્ટિ હોય. જેમ નાવડીમાં ખલાસી અને મુસાફર બે ય બેઠા હોય તે તે બેયની બે દષ્ટિ જુદી હોય છે.. મુસાફરની દષ્ટિ એ હોય કે હું સામે કાંઠે જાઉં, ત્યારે ખલાસીની. દષ્ટિ એ હોય કે “આ મુસાફરોને સામે કાંઠે પહોંચાડું.”
તેમ અહીં આગળ ભવ્ય છે શાસનને કેમ સમજે? કેમ શાસનને પામે? કેમ આગળ વધે? કેમ આત્મકલ્યાણમાં જોડાય ?. અને કેમ ભવાણુંવાદિને પાર પામે?
આવી ભાવના એ અરિહંતની આરાધના છે. પિતે નિરપેક્ષ રહે. તે તેમ નહિ, પણ પિતે સાથે હોય. આ દષ્ટિની આરાધનાવાળે વીશ. સ્થાનકમાં જાય. તે વખતે એમ વિચાર કરે કે ભગવાન અને હું એક :