________________
૭૧
૯, આરાધના અને શકિત થયા છતાં એટલે સંપ થવા છતાં ઉપકારનો વખત કઈ પણ વખત પણ જવા દે નહિ. (૧) પોતે ગુનેગાર બનવું નહિ, (૨) બીજાના ગુનાની ગાંઠ વાળવી નહિ અને (૩) ઉપકારનો વખત જવા દે નહિ. સંપ સારો ગણનારાએ આ ત્રણ રસ્તા કેઈ દહાડો વિચાર્યા કે નહિ? પણ ત્યાં સાવચેતી રાખવી નથી. “આપણે ગુનેગાર બનીએ તે શું કહીએ છીએ? હોય, થઈ જાય.” બીજા કરે તે “નાનો નથી, કાળ નથી, પાણીને “ભૂર કહેનાર નથી.” તેમ કહેવા તૈયાર થઈએ. પણ પિતાના ગુના વખતે એ વિચાર આવ્યું?
આપણે જેને ગુનેગાર ગણીએ તેને માટે “સમજુ' ગણીને ચાલીએ પણ તેને અણસમજુ ગણીએ તે ગુનાની ગાંઠ ન વાળીએ. તેને અણસમજુ ગણીએ તે ગુનાની ગાંઠ વળાય નહિતેથી આપણે તેના કરતાં સમજુ ગણઈએ? એ જે અણસમજુ છે તે તેની ગાંઠ શાથી બાંધે છે ? અણુસમજુ તે ગુને કરે, તાડન કરે ને મારી પણ નાખે.
' અજ્ઞાનથી અનર્થો થતા ન હોત તે અજ્ઞાનને ખરાબ ગણવાનું કારણ ન રહેત. માટે અજ્ઞાન નિકનું કારણ છે. પોતે અજ્ઞાન બનીને પિતાને ગુને ઉડાડી દે છે. ગુને કરીને કોર્ટમાં કેસ વખતે અજાણ્યા હતે, બુદ્ધિ ઠેકાણે ન હતી. બીજાને બચાવના આ શબ્દ વાપર્યા. અજ્ઞાનના નામે રોષ કરે. આવી મૂર્ખાઈ કરે અને પાછા કોધ કરે છે. તે ક્રોધ શાના ઉપર કરે? તે મૂર્ખાઈ ઉપર કરે. ગુનાથી બચવા માટે આપણે અજ્ઞાનની ઢાલ ધરીએ અને બીજાને ગુને હોય તે તેને કહીએઃ આવી મૂર્ખાઈ કરી? આમ કહેવાનો અર્થ શો થયે? તે ગુનાને વધારવામાં પણ તેના બચાવમાં નહિ.
જે મનુષ્ય પોતે ગુનેગાર ન બનવું, તેવી સ્થિતિમાં રહે અને બીજાને ગુનો થયો હોય તે તેની ગાંઠ ન વાળવી' એમ ઈચછે તે જ સંપ જાળવી શકે.
અપકાર ઉપર ઉપકાર કાલની વાત ધ્યાનમાં લઈએ. ચંડશિયાએ ત્રણ ત્રણ વખત અગ્નિની જવાલાઓ ફેંકી. તેથી ભગવાનને અસર ન થઈ. ભગવાનને