________________
૮. કરણ અને કથની મહાનુભાવ!વાત વિચાર. તેઓ કેવળજ્ઞાન પામ્યા તે ક્યા આધારે? વચનના આધારે. માટે વચનપ્રયેળ તે બરાબર છે. પણ હંમેશાં શ્રોતાની લાયકાત પ્રમાણે ઉપદેશ કરવાનો હોય. જે વખતે આઠે કર્મથી ઘેરાયેલાં હોય તે વખતે આઠે કર્મ બંધાયેલાં છે. કેવળી સિવાય જે શ્રોતા હતા તે આઠ કર્મવાળા હતાં. શ્રોતાની અપેક્ષા એ શ્રોતાને લાયક ઉપદેશ કરવામાં આવે. ઉપદેશ સાંભળી રહેલા શ્રોતાને વચનની આરાધનાને નિયમ છે. કેવળી નિસર્ગ સમક્તિવાળા છે, માટે તે શ્રોતાને વિષય નથી, માટે કોઈ પણ પ્રકારે દૂષણ, અતિ વ્યાપ્તિ, અવ્યાપ્તિ નથી. શ્રોતાઓ વચનના આધારે પ્રવર્તે તે જ ધર્મ પામે; માટે શ્રોતાને અંગે વચનની આરાધના તે નિયમ. વચન પ્રીતિ અનુષ્ઠાનવાળાને આ નિયમ નહિ. અહીં અધિકાર વચનની આરાધનાવાળે છે, પરંતુ શ્રોતાએ ખ્યાલમાં રાખવું કે જિનેશ્વરનું વચન કેવું છે? જે પ્રમાણે વચન છે તે પ્રમાણે વર્તન છે. आणाभंगाऊ चिय 'धम्मो आणाए पडिबद्धो॥ (पंचा० गा. २९६)
આજ્ઞા દ્વારા આરાધક. જે આજ્ઞા દ્વારા આરાધકવાળે હાય તેની અપેક્ષાએ “વચનારાધના” કહેવામાં આવ્યું છે. વચન જે કહ્યું તે કેવું? કેનું લેવું? આરાધના કેમ લીધી? અને તેથી જ ધર્મ થાય તે જે અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
મુક્તિ પામેલે જીવ ફરીને સંસારમાં આવતે જ નથી. ફરીને સંસારમાં આવે તેને મુક્તિ કઈ આ રીતે કહી શકાય?
જૈનશાસન વીતરાગપણું પ્રાપ્ત કરાવવા માટે જ જગ્યું છે.