________________
૭. વિઘાતક દાવાનળ
તું મારી નથી અને હું તારે નથી કાયાને દુઃખ થાય તે જીવને દુઃખ થાય. કાયાને સુખ થાય તે જીવને સુખ. તેમ જીવને દુઃખ થાય તે કાયાને દુઃખ થાય. જીવને સુખ થાય તે કાયાને સુખ થાય. એટલે કાયાને દુઃખે દુઃખી અને તેને સુખે સુખી જીવ. તેમ જીવના દુઃખે દુઃખી ને તેના સુખે સુખી કાયા. આવી ભાગીદારીવાળાની ભાગીદારી છોડવા માંડી. હું તારે નહિ તું મારી નહિ.” શાને અંગે ? તે તે ફક્ત વચનને અંગે. તે સિવાય તે નહિને? નેટીસ આપી કે મારાથી ખેંચાય તેટલું ખેંચવાનું તને ટકાવી રખાય તેટલું તને આપવાનું. ભાગીદારને આ જણાવવું કેટલું મુશ્કેલ? ભાગીદારીમાં કેટલાક સમય પહેલાં ગોટાળો કર્યો અને પછી છૂટા થયા, પણ “તું મારી નહિ અને હું તારે નહિ તે કહેવું કેટલું મુશ્કેલ?
આત્માએ દેહનું અનાદિથી રક્ષણ કર્યું, પણ હું તારો હતો કે નહિ તે વાત જુદી. પણ તું મારી હતી. પણ હવે ખૂલ્લા શબ્દોમાં કહું છું કે “તું મારી નથી અને હું તારે નથી.” આપણે હવે જુદા પડવાનું છે. હવે તને પિસાની પણ આવક થવા દઉં નહિ. જેટલા પૂરતી દુકાન નભાવવી તેટલી વખતે તને આબરૂ રાખીને નભાવીશ તેમ. મહાપુરૂષે આવી નેટીસ જાહેરાત આપી દીધી. પિષણ કરવાનાં પચ્ચફખાણ પણ ટકવા માટે છૂટ. માટે મહિના મહિનાના ઉપવાસ અને એક જ દહાડે ખાવું તે ટકાવવું એટલું જ. પિષણ તે નહિ. આ આ બધું શાના ઉપર? જિનેશ્વર ભગવાનના શાસનના વચન ઉપર વિશ્વાસ છે. જે જીવ આટલી જહેમત ઉઠાવનારો છે તે જીવ ક્રોધના ચકકરમાં પડે ત્યારે પરિણામ કયાં આવ્યું ?
બૂઝ ચંડકૌશિક ? બૂઝ” ખુદ તીર્થકર મહારાજા, ચાર જ્ઞાનવાળા ત્યાગી થયા છે. કાઉસ્સગ્નમાં ડોભા છે. હવે ક્રોધમાં કારણ કે જોઈએ? સજજનને કે દુર્જનને ? દુર્જનને કારણ ન જોઈએ. દુર્જનને પૂછીએ કે ભાઈ! શાંતિ છે ને ?
ત્યારે દુર્જન કહે કે “તે ધાર્યું હોય તે મારી નાંખજે.” શું આને