________________
૫૪.
- - ષોડશક પ્રકરણ દર્શન
તેમ આપણે પણ “ફોધ કોડ પૂરવ તણું સંજમ ફળ જાય, આ કયાં સુધી બોલીએ તે જ્યાં સુધી કોઇ આવીને કબજે ન લે ત્યાં સુધી. કેડના સારા હાય, હથિયાર બાંધીને ફરનારા હોય પણ ધાડ વખતે કામ ન કરે તે તે કે ગણાય? તેમ કોઇ કાકે કબજે કરે
ત્યારે તે વાક્ય યાદ કરવાનું નહિ. એ ધ્યાનમાં રાખવું કે જે ક્રોધને વખતે આ વચન યાદ ન કરે તે ક્રોધના દાવાનળમાં બન્યા વગર રહેશે નહિ. શીખેલું વચન બચાવ નહિ કરે, પણ યાદ આવેલું વચન બચાવ કરશે.
પર્યુષણમાં ચંડકેશિયાની વાત સાંભળીએ છીએ. પણ તેને વિચાર નથી કરતા. ત્યારે જણાવે છે કે અમે જિનેશ્વરના વચનની ખાતર વિચાર નથી કરતા. હવે તે વખતે નથી જિનેશ્વર ભગવાનની હાજરી કે નથી તેમને મળવાનું, નથી થતું સાક્ષાત્ દર્શન, નથી સાક્ષાત્ વચન સાંભળવાનું પણ શાસ્ત્રકારોએ વચન સાંભળ્યાં તેથી દેશ, વેષ, કુળ, જાતિ, કુટુંબકબીલે, બૈરી છેકરા, ધન, માલમિલકત વગેરેને છોડી દીધાં.
સાચા ભાગીદાર કોણ? ગઈ કાલે સમજાવ્યું હતું કે કેસરિયા કરનારે જીવતાની ચિંતા રાખીને નીકળે નહિ, પણ ચિંતાના પદાર્થોને બાળીને નીકળે. કુટુંબમાં જે બૈરી છોકરાંઓ હોય તેને બાળી દે, પછી કેસરિયા કરવા નીકળી જાય. તેમ આ ચિંતાને સળગાવીને નીકળે. કુટુંબકબીલે, દેશ, વેશ, માલમિલક્ત ને બૈરી છોકરાની ચિંતા ન કરવી તેથી તેની ચિતા ખડકી. નાખે. જેમ દુનિયામાં રજપૂતે કેસરિયા કરે તેમ ધર્મ સાધવા નીકળનારા ચિંતાન ચિતા કરે. ચિંતાને સળગાવી દે. તેથી આ તે સાચા ભાગીદાર કહેવાય. આ દુનિયામાં બીજા બધા ભાગીદારે જૂઠ્ઠા, તેઓ જુઠ્ઠા છે કેમ? તે તે એકલા મૂડીને આબરૂના ભાગીદાર છે. પણ સુખદુઃખના ભાગીદાર કેઈ નહિ. પિતાની આંગળીએ ચપુ વાગે, લેહી નીકળે ને વેદના થાય તે પિતાને પણ પેલાને ન થાય. તેમ આ દુનિયાના ભાગીદાર માત્ર મૂડી અને આબરૂના, પણ સુખદુઃખના નાહ, પણ જીવના ભાગીદાર હોય તે આ કાયા છે.