________________
ષોડશક પ્રકરણ દર્શન
તમે છબીઓ ઉતરાવે છે, પણ કાચ ઉપરથી આકાર જે હોય તે તે કરી દે છે. છાયા, આકાર પૌગલિક ન હય, વસ્તુસ્વરૂપ ન હોય તે છબીઓ થઈ કયાંથી? છાયાના પુદગલે છે તેથી તે તે રૂપે પરિણમવાના છે. પરંતુ તે માનવું નહિ? અભાવ બ્રહ્મરૂપ માનીને ચાલવું તે માટે ઈશ્વરને નિત્ય માની લઈને ચાલવું પડે છે. આ પ્રમાણે ન ચાલે તે ઈશ્વરમાં મલિનતા માનવી પડે અને મલિનતાથી નિર્મળતા માનવી પડે. તેથી નિર્મળતામાં મીંડું છે, માટે માન્યા વગર છૂટકો નથી. તેથી સ્વાદુવાદ ન માનતાં નિત્યવાદ માને છે. સ્વાદુવાદ કહે તે ત્યાગ, વૈરાગ્ય અને તેનાં સાધને લાવવાં પડે, વિકાર માન પડે, તેનો નાશ કરવા માટે સાધન લાવવાં જોઈએ. તે કયાંથી લાવે ? માટે નને પકડે. જગતને જીવાડે ને મારે તે છતાં તેમાં કંઈ પણ ફેર નહિ.
અવતારમાંથી “ઈશ્વર' કે “ઈશ્વરમાંથી “અવતાર? જૈને અવતાર અને ઈશ્વર માનનારા છે. જૈનેતરે પણ અવતાર ને ઈશ્વર માનનારા છે. પણ ફરક કયાં પડે? જેનો અવતારમાંથી ઈશ્વર માને છે ત્યારે જનેતરે ઈશ્વરમાંથી અવતાર માને છે. કેમ? મહાવીરસ્વામીના ર૭ ભવ, કષભદેવજી મહારાજના ૧૩ ભવ, શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવને નેમિનાથ ભગવાનના ૩ ભવ, તેમ દરેક તીર્થકરોના આટલા ભવે કહ્યા, તેથી શું થયું ? અવતારમાંથી ઈશ્વર થયા ને? બીજાને ઈકવરમાંથી અવતાર લેવાના એટલે નિર્મળતામાંથી મલિનતા માનવી પડે, અવિકારીમાંથી વિકારી માનવા પડે ત્યારે જૈને અવતારમાંથી ઈશ્વર માને છે. અનંતા તીર્થંકર થયા, થાય છે ને થશે તે બધા અવતારમાંથી ઈશ્વર થયા છે. અન્ય મને જે જે અવતાર થયા, તે ઈશ્વરમાંથી થયા એટલે નિર્મળમાંથી મલિન થવાનું.
મૂતિ એટલે આત્માનો આરિસે જૈને જિનેશ્વરની મૂર્તિ માને છે. તે શાસન વ્યવહારની અપેક્ષાએ મૂર્તિ છે, પણ ઊંડા ઉતરીએ તે એક અપેક્ષાએ ભગવાનની મૂતિ ન હેય પણ આત્માને કે બનાવે છે તેને તે આરિસે છે. આવો આત્મા બનાવીશ ત્યારે તું સાધી શકીશ.” તે મૂર્તિ કેવી છે?