________________
૭ વિઘાતક દાવાનળ
તમારાથી ફલાણું નહિ ખવાય, તમારે અમુક જ કરવાનું,” તે હા, કહે, તેથી તે ડોકટરની ગુલામી ગણાય? તમે તે પ્રમાણે ન કરે તે આંખ લાલ કરીને તે કહે છે. તે વખતે તેને માટે તમારી ગુલામી ગણે છે? ના. પણ “મારે રોગ મટાડવા, મારૂં હિત કરવા માટે આ પ્રમાણે કહે છે,” એમ તમે માનો છે, તેમ અહીં પણ આ આત્મા સમજે કે જિનેશ્વરનું વચન તે મારા હિત માટે છે. માટે મારે તેમના વચન પ્રમાણે જ કરવું, ઉલટું ન જ કરવું, વચનથી ઊલટું થાય તે મારી ભૂલ છે.
ધર્મ આત્માને શેધક પણ સિદ્ધિ કોણ કરે? જિનેશ્વરનાં વચનમાં દાખલ થાય તે સિદ્ધિ કરે. માટે જિનેશ્વર ભગવાનનાં વચનોની આરાધના કરવી. તે કરે તે ધમ, નહિ તે “અધર્મ ગણાય. માટે જિનેશ્વર ભગવાનનાં વચનોની આરાધના તરફ લક્ષ્ય રાખવું જોઈએ. વચનો કયાં? તેની આરાધના કેવી રીતે? તેથી ધર્મ કેવી રીતે બને ? એ જે અધિકાર બતાવશે તે અગ્રે વર્તમાન.
પુણ્યથી ખરીદાયેલ અર્થાત્ પ્રાપ્ત થયેલી આ ત્રિગી (મન, વચન, કાય) છે તે જિનેશ્વર , ભગવાનની સેવાથી ફળવાળી છે. એ સિવાય અર્થાત્ જિનસેવાથી ફળવાળી ન હોય તે આ ત્રિગીથી પાપરૂપી સમુદ્રમાં પતન થાય. જેમ જગતમાં નાવથી બે કાર્ય થાય છે, તેમ જિનસેવા રૂપી નાવિકથી આત્મા - પાર પામે અને પરસેવા રૂપી નાવિકથી સંસારમાં ડૂબે.