________________
ષોડશક પ્રકરણ દર્શન કંઈ સંબંધ ખરો? દુર્જનને ખોટું બોલવામાં કંઈ કારણ જોઈતું નથી અહીં દુર્જનોને કોધ કેમ ચડે તે ન જેવાનું. રાજર્ષિ મહાત્યાગી ને ચાર જ્ઞાની એવા ખુદ જિનેશ્વર ભગવાન કાઉસગ્નમાં ઊભા છે, ત્યારે સાપને થાય છે કે “આ અહીં કેમ આવ્યો? આ તે જંગલ છે, આ કંઈ ખાનગી આવાસ કે નિવાસનું સ્થાને ય નથી.” જંગલમાં આવે તેમાં દુર્જનને ક્રોધ થાય તેનું નિવારણ કેવી રીતે?
ભગવાન વિહાર કરતાં કરતાં અહીં કાઉસગ્ગમાં રહ્યા ત્યારે પેલાને થાય છે: આ અહીં આવ્યો કેમ? આ જંગલ છે, ખાનગી મકાન નથી; પણ મને દેખે અને છતાં તે ખો કેમ નહિ? ભાગી કેમ ન ગયે ? એટલે ચડે તેને કોઇ. પહેલાં વાત જણાવી ગયા કે જાનવરની જાત એવી કે ગુનો લાગે એટલે હથિયાર ઉગામવું પણ પછી તેને પરિણામને નહિ જોવાનું. સામાન્ય જાનવરમાં પરિણામ જોવાનું ન હોય તે સાપ જેવી જાત અને તેમાં પણ કાળા નાગ જેવી જાત હોય. તેની અંદર એ વિચારને અવકાશ કેમ હોય? પણ એક જ વિચાર કે એને મારી નાખું, ગુને કર્યો? અહીં તે અા કેમ?” તે જ ગુનો. દુર્જનોને આરોપ મૂકતાં વાર લાગતી નથી. સજજનની અપેક્ષાએ બિનગુનેગારને ગુનેગાર ગણવે. કોર્ટમાં વાદી, પ્રતિવાદી હોય ત્યાં ગુનેગાર કેણ અને બિનગુનેગાર કેણ તેની ખબર પડે. દુર્જનમાં મોગલાઈ છે.
સારી રીતે તૈયાર કરેલ હોય તે વિખરાઈ જાય. એવી રીતે ડંખ માયો, પણ ઝેર જ ત્યાં ન ચડ્યું. લેહી નીકળ્યું તે પણ જગતમાં અસંભવિત તેવું. લેહીનું સફેદપણું, તેથી તેનું નામ “અતિશય.”
દેવતાઈ ચમત્કાર કેને ગણે? તમારાથી જે કાર્ય ન થાય તે થઈ જાય તો તેને “દેવતાઈ ગણે.
તેમ “અતિશય એટલે દુનિયામાં બીજે ન હોય ને તે કેઈક જ બતાવી શકે. કેઈથી નહિ થઈ શકે તેવું આખા શરીરનું લેહી દૂધ જેવું ધોળું તેથી તેને “અતિશય ગ.
જ્યાં સાપ ત્રણ વખત દષ્ટિના હલ્લો કરે છતાં તેમાં તે ફાવતું નથી. છેવટે તે ડંખે છે. તે વખતે દૂધ જેવું લોહી નીકળે છે તેથી તે વિમાસણમાં પડે છે. જે વખતે વહેણ નીકળે તે વખતે તે વાળી લેવાય.