________________
સ
防腐肉限WWWDWR防腐888
忠店啓
T
વ્યા
ભવભ્રમણ અને ધમ પરીક્ષા
ભટકતી અને રખડતીમાં તફાવત
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જન્મ-મરણ, જન્મ-મરણ કરતા કરતા ભકટતા રહેલા જ છે. એટલે કહેવાનુ' તત્ત્વ એ એ કે ઇતિહાસમાં ભટતી પ્રજા કહેવાય છે તે કેવી ? એક જગ્યા પર સ્થિર ન રહે તેવી. જેમકે અત્યારની લુવારીઆ (રયા) જાત કે જે ભટકતી પ્રજા તરીકે ગણાય છે. શાસ્ત્રકાર કહે છે કે એ ભટકતી પ્રજા છે ત્યારે આ આપણે રખડતી પ્રજા છીએ. ભટકતી ને રખડતીમાં ફેર શે? જ્યારે ભટકતી પ્રજા એક સ્થાનેથી ખીજે સ્થાને જાય ત્યારે ટોપલામાં પોતાની મિલકત તેમજ કુટુંબ પાતાની સાથે લઈ ને જાય. પ્રાચીન કાળમાં ટોપલે ઘરવાળા હતા.
ભટકતી પ્રજા ટોપલે ઘર રાખી શકે ત્યારે આ રખડતી પ્રજા ટાપલે ઘરવાળી નહિ. પેલા તેા શરીર તેમજ જે કુટુંબ, ધન, માલ હાય તે સાથે લઇ જવાવાળા. ફક્ત સ્થાનાના ફેરફાર કરે છે, પણ આ તેા રખડતી પ્રજા. મેળવે આખા જન્મારા કરોડોની મિલકત, કરોડોનુ કુટુંબ અને લાખા સ્ત્રીએ અને મેટી કાયા જાળવી તે આખે જન્મારો જહેમત ઉઠાવીને. એ ચારે ચીજમાંથી એકે ચીજ સાથે લઈ જવાની નહિ. ભટકતી પ્રજાને નિકાશના પ્રતિખંધ, કરોડો મેળવ્યા હોય, જાદવની માફ્ક કરાડાનું કુટુંબ મેળવ્યુ` હોય, ચક્રવર્તીની માફક લાખે સ્ત્રીએ મેળવી હોય, ભીમસેન જેવી કાયા મેળવી હાય પણ જ્યારે જાય ત્યારે સાથે કાંઈ લઈ જવાનું નહિં. જયારે ભટકતી પ્રજા જે મેળવે તે લઈ જાય. ત્યારે આ રખડતી પ્રજાને જે મેળવ્યું તે મૂકવાનું દરેક જન્મમાં આ જ ધંધા કર્યો છે.
૩