________________
|
વ્યા છે ખ્યા છે
વચનની આરાધના
સાચા વૈદાનું ને સાચા વૈદ્યનું સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સાચો વિદ્ય તમામ રોગના નિદાનને સમજે, તેના સ્વરૂપને જાણે અને તેની ચિકિત્સાને સમજે, પણ સાચું વૈદું ક્યાં? તમામ રેગે, તેનાં કારણે ને તેની ચિકિત્સા સમજવાથી સાચું વૈદું ગણાતું નથી. પણ દર્દીના દર્દને સમજે, તે રોગ કેમ થયે તેનાં કારણે વિચારે, અને તે શાથી શાંત થશે તે શમાવવા માટે જે દવા જોઈએ ને જે ચિકિત્સા જોઈએ તે પ્રમાણે કરીને શમાવે ત્યારે સાચું વડું ગણાય.
ડોકટરને ત્યાં જેટલા બાટલા તે બધા રંગને શમાવવાળા હોય છતાં રેગને ડેફટર ન જાણે તે? હવે તેના ગે જાણે ને તેનાં નિદાને જાણે પણ આવેલે દદી ગરમીવાળો હોય અને તેને ગરમ દવા આપવામાં આવે તે શું થાય? આવેલા દર્દીના દર્દને જાણીને તે પ્રમાણે દવા આપે તેમાં સાચું વિદું ગણાય. વૈદ્ય રોગો, દવા વગેરેને જાણીને બને છે; પણ રેગનાં કારણે અને તેની દવા જાણે ત્યારે તે ખરે વૈદ્ય.
આવી રીતે અહીં સર્વજ્ઞના શાસનમાં સર્વ કર્મ રૂપી રેગે, તેનાં કારણે, તેનાં સ્વરૂપ ને સર્વ રોગોની શાંતિની દવા બતાવવામાં આવે છે. એટલે સર્વજ્ઞના શાસનને જાણનારે કર્મરેગને, તેના સ્વરૂપને ને તેની ચિકિત્સાને જાણે પણ દદી કેવા કર્મોગથી પીડાય છે તે ન જાણે. કેટલાક શ્રદ્ધાવાળા હોય છતાં જ્ઞાનમાં ઓછા હોય. કેટલાક જ્ઞાનમાં પૂરા હોય અને શ્રદ્ધામાં ન હોય. કેટલાક શ્રદ્ધા અને જ્ઞાનવાળા હોય, છતાં પ્રવૃત્તિમાં મીંડાવાળા હોય. કેટલાક શકિતમાં મીંડાવાળા હાય.