________________
२२
ષોડશક પ્રકરણ દર્શન તેનાથી છૂટી જતું નથી. દરેક નાસ્તિકને છેવટે તે “એય રેમાં જ જવાનું થાય. જેમ પિયરથી સાસરે જવાવાળી બાઈ દેખાવમાં રેવાનું વગેરે કરે પણ સાસરાવાળા ન તેડાવે તે તે પિતાની મેળે જાય. તેમ આપણે ગત્યંતરને વિચાર શ કરવાને? - આપણે સારા કર્મો કર્યા તેથી સારી ગતિમાં જવાનું છે. તે કેને? આસ્તિકને. આ શરીરરૂપ મુસાફરખાનું છોડીને બીજે જવાનું કેને થાય? આસ્તિકને. ત્યારે નાસ્તિકને મીંડું, સરવાળે શૂન્ય. શૂન્યવાળું સરવૈયું નાસ્તિકને હોય, પણ આસ્તિકને ન હોય. આસ્તિકને તે એ હોય કે હું આરાધક બનું-આવતા ભવે ધર્મ પામું.” શૂન્ય સરવાળાના સરવૈયાવાળા નાસ્તિક છે. તેથી આસ્તિકમાત્રે કે આર્યમાત્રે એ વિચાર કર્યો કે “અમારી આવતી જિંદગી નહિ બગાડી દેનાર પણ તેને સુધારનાર જે કઈ હોય તે તે માત્ર ધર્મ જ છે. આવી રીતે આસ્તિક અને આર્યમાત્રે ધર્મ માને છે.
ધમ શેને વિષય ? અહીં એક વાત વિચારવાની કે ધર્મ તે મનને, ઈન્દ્રિયને કેઅક્કલને વિષય નથી. કેમ? તે નથી તેની કાનથી પરીક્ષા, નથી તે આંખથી દેખાતે, નથી તે નાકથી સંઘાત, નથી તે રસનાથી ચખાતે અને નથી તે સ્પર્શથી જણાતે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ ને શબ્દની પરીક્ષા કરી શકીએ. કેમ? તે તે ઈન્દ્રિયના વિષય છે માટે તેની પરીક્ષા કરી શકીએ. પણ આવતી જિંદગી તે ઈન્દ્રિય કે અક્કલને વિષય નથી. ત્યારે તે વિષય કેને છે? જ્ઞાની પુરુષનાં વચનને તે વિષય છે. તે જ્ઞાની પુરૂષ મળ્યા માટે તેમનું વચન સાંભળે તે આવતી જિંદગી બગડતી સુધારી શકાય. માટે ધર્મ ક્યાં છે? વચનની આરાધનામાં ધર્મ છે.
હવે ધર્મનું સ્વરૂપ કર્યું તેનું ફળ કયું? તેને માટે સાધન અને સામગ્રી કઈ? અને અહીં વચનની આરાધના કેમ વાપરી? તે વગેરે અધિકાર જણાવશે તે અંગે વર્તમાન.