________________
[૪૩] મગાવજે. અગર આપ સાહેબનું એવું વિચાર થાય છે એક લખનાર ભાઈને તીલાંજ મોકલીએ. એમ થશે તે પણ બની શકશે. કસી વાતની અડચણ પ્રાયે જણાતી નથી કેમ જે ન મકાન બન્યું છે તે જગ્યા ઘણી વિશાલ, બહુ ખુલાસાની છે. તે પ્રાયે એકાંત જેવી છે. તે લોકના મંદિરથી અલગી છે તેથી આવનાર ભાઈઓને ઘણું અનુકુલ છે. બીજું શ્રી શાંતિસાગરજી સાહેબજીની શ્રદ્ધા બાબત આપે લખ્યું તે વાત મે પુછી, તે માટે મને કઈ નાત અણમીલતી ભાશન થતી નથી. કેમજે પ્રતિષ્ઠા આસરી પણ પુછયું, તે કહ્યું છે એ કૃત્ય સમ્યક્ દષ્ટિ કરે પણ સાધુનું ઈહાં અધિકાર નથી જણાતું તથા પંચાગી આશ્રી પણ જે સિદ્ધાંત સાથે મલે તે પ્રમાણ અને શ્રી પર્વ પંચમીના ઈત્યાદિક વલી જે વાત યુક્તિથી દર્શાવે તે કઈ વાતે દઢ કરવાના ભાવ મને એ પુરૂષના જણાતા નથી. પણ ખરી ખાત્રી મલેથી થાય માટે સાહેબજી હેમરાજ ભાઈજીને તથા ભાઈઓને પણ મલવાની ઈચ્છા સાહેબજીને રહે છે. પણ જ્યારે ફરસના હશે, ત્યારે બનશે. બીજું શેઠ માયાભાઈ સાથે મેલાપ થયા નથી. પણ એવું જણાય છે કે એ પુરૂષને અંતરથી પ્રીતિ સાહેબજી ઉપર જણાય છે. બીજું એ ભાઈઓ આવે છે તેના નામ કઈ વખતે લખી મેક્લીશ. ને તેમાં બે ચાર ગૃહસ્થ ધનાઢય છે. બીજું આપણે જેવા જુના વિચાર કરતા તે બાબતનું પુછવામાં આવે તે પ્રાયે મને વાત યુતિપૂર્વક ભાસન થાય તેથી પ્રાયે મને કઈ વાતે ભેદ જેવું જણાતું નથી. પણ આપ સાહેબજીને એકવાર જરૂર મલવા જેવું છે માટે આપ સાહેબજીની ઈચ્છા