________________
(૩૦૦)
પંડિત લાલન
સરિëજ, આશ્રમરોડ,
અમદાવાદ, તા. ૨૪-૪-૫૯ આદરણીય શ્રીયુત શિવજીભાઈ,
પ્રણામ. શ્રી લાલજી સાથે મારે પરિચય ખરે, પણ તે બહુ ઉપરછલે અને તદ્દન અલ્પ સમય પૂરતે. માત્ર આટલા પરિચયને લીધે જે અભિપ્રાય બંધાય, તે એમના જીવન-પ્રસંગમાં સ્થાન પામવા લાયક ન જ હોઈ શકે, છતાં જ્યારે તમારે આગ્રહ છે, તે ટૂંકમાં લખવું યોગ્ય છે.
પં. લાલન ગુણગ્રાહી, સરલ પ્રકૃતિના, સાહસિક અને ઉત્સાહી હતા, એ મારી છાપ છે. ગટુલાલજી જેવા કવિ, શ્રીમદ રાજચંદ્ર જેવા અધ્યાત્મ અને મણિલાલ નથુભાઈ જેવા વિદ્વાનેને એમને પરિચય, એ એમના જીવનનું કાંઈક ભાથું પણ ખરું. વિદેશ-પ્રવાસ, સ્વતંત્ર જીવન જીવવાને મનેરથ, એ બધા ગુણે કહેવાય, એક કાળ એવો હતો, જયારે મુંબઈની દરેક સભામાં લાલન હાજર હોય જ જૈન શ્વે. કોન્ફરન્સ તો એમના પિતા શૂન્ય લાગતી. ગાંધીયુગ પછી તેઓની વૃત્તિ વિકસી. આમ છતાં મારા મન ઉપર એમના વિશેની છાપ એવી છે કે તેઓ કઈ સિદ્ધાન્તમાં ભાગ્યે જ અડગ રહેતા. તેરાપંથ હોય તે ત્યાંય નમે; કાનજીમુનિ હોય કે રામજી હોય, તે ય ઢળે. અને જે કંઈ જે કાંઈ કહે તેને શ્રોતા થઈ સાંભળે. જ્યાં ખરેખર અજીગતું હેય, અને તેમને તેવું લાગે, ત્યાં પણ તેઓ પ્રવક્તા સામે ચૂપકીદી પકડે. પણ આ તે સવભાવની વાત થઈ