________________
પંડિતજીની પ્રતિભા શકયા તે કેટીના જ પં. લાલન અને શિવજીભાઈ છે. ઈર્ષાળુઓએ તેઓને કનડવામાં બાકી નથી રાખી. છતાં હેમ-ક્ષેમ પાર ઉતર્યા છે. અમારે કેસરસૂરિ સમુદાય તેઓને સહાયભુત થયો છે, તે માટે હું મગરૂરી અનુભવું છું, ૫. લાલનમાં જે દેહાધ્યાસ વિહીનતા મેં જોઈ અને જેને હું શિવજીભાઈમાં જેઉં છું તે દેહ નિરપેક્ષતા, વિદેહ દશા મારામાં આવે એ જ મારી ઝંખના છે. આવા સજીવ પ્રતીકેની પણ ઉપાસના કરતા આપણે શીખવું જોઈએ, વીતરાગ બિંબની ઉપાસનાની જેમ જ મનમય ગુણે પાસના સફળ થયા વગર રહે જ નહીં. -
જૈનમંદિર ઉપાશ્રય શાહપુર,
અમદાવાદ, વૈશાખ સુદ ૧૪ કુમુદ વિ. તરફથી શીવજીભાઈને ધર્મલાભ. તમારા કાગળ મળ્યો. તે પ્રમાણે થોડુંક લખી સાથે કહ્યું છે.
તમેએ પિતાનું જીવન સફળ કર્યું છે. બધી ફરજો બજાવી છે. પુરી પાડી છે. આત્માના ગુણે શીખવ્યા છે. પરોપકાર ઘણે કર્યો સંતતિ પણ સંસ્કારી છે. એમ બધી રીતે પુણ્યશાળી છે. તે જોઈ આનંદ થાય છે. હાલ એ જ,
(આ પત્ર લખનાર મુનિ કુમુદવિજયજીમાં ગુણદષ્ટિ છે. તેઓ વિરત-શાંત અને એકાંત પ્રિય છે.)