Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay

View full book text
Previous | Next

Page 472
________________ પંડિતજીની પ્રતિભા ( ૩૭૧ ) હતા. ને શ્રોતાજનોને વિરાગ્ય રસ ને કરૂણા રસથી તરબળ કરી નાખતા. ને પત્થર હૃદયવાળા શ્રોતાઓના દિલને નરમ માખણ જેવા બનાવી પ્રત્યેકના નયન કમળમાંથી મુક્તાહાર તુટી પડતા જોવામાં આવતા. શ્રોતા વર્ગ આ જાદુગરની જાદુઈ વાણમાં પિતાનું ભાન ભુલી જતા હતા. ને સ્વર્ગીય સુખને આનંદ અનુભવતા હતા. સેનૈયાને વર્ષ કોઈ નવીન સંસ્થાની સ્થાપના કરવાની હોય, મોટા ફંડની જરૂર હોય ત્યારે પં. લાલનને મોંઘેરા મહેમાન બનાવવામાં આવતા હતાં. ને તે મેઘેરા જાદુગરની સોનેરી વાણુના ઝંકાર થતાં સેનૈયાને વર્ષાદ થવાવત દાતાઓમાં દાન આપવાની હરીફાઈ થતી હતી તે રકમ માંડનાર ભાઈઓના હાથ થાકી જતા હતા. ને જાદુગરને વિનંતી કરવી પડતી કે ભાઈએ ! ધીમા થાઓ. તિર્થ કર ગોત્ર બાંધવા માટે આટલી પડાપડી ન કરો. ભગવાન તમારી ભાવના સ્વીકારશે. તે કેડીનું દાન આપનારને પણ કોડનું દાન આપનાર વત્ તિર્થંકર પદ પ્રાપ્ત થશે. દાનનું મહત્વ * કેટલું દાન આપવું તેનું મહત્તવ નથી પશુ કેવું દાન આપ્યું, કેવા સંગેમાં દાન આપ્યું તેનું મહત્તવ છે. વીતરાગી ભગવાનના ત્રાજુમાં તે કોડાનું દાન અને કેડીનું દાન સમાન છે. માત્ર સમભાવી મહાવીર તે ભાવનાના તેલને માપ કરનારા છે,

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478