Book Title: Pandit Lalan
Author(s): Shivji Devshi Madhadawala
Publisher: Shivsadan Granthmala Karyalay

View full book text
Previous | Next

Page 473
________________ ( ૩૭૨ ) - પંડિત લાલન - સ્વયંસેવકે અને બહેને ઝેળીઓ લઈને ફરતાં ત્યારે જે બહેનોએ પિતાના પતિથી લડી ઝગડીને સોનાના ઘરેણા બનાવ્યા હતા તેવા નવા ને નવા દાગીના જાદુગરની જાદુઈ દષ્ટિના પ્રતાપે ભરાઈ જતા હતા. તેમાં ગરીબ બહેનને . દાગીને જણાતાં તેનું લીલામ થતું. તે તે દાગીનાના હજાર રૂપીઆ આવતા ને લીલામની રકમ સંસ્થાને આપતા. ને જાદુગર ધન્યવાદ તથા નમસ્કાર સાથે તે બેનને દાગીને પાછો આપતા હતા, ગુરૂશિષ્ય યુગલ . . અમારા પૂજ્ય ગુરૂદેવ અમને વિનયને પાઠ શીખવતાં સમજાવે છે કે ગુરૂ-શિષ્યની જોડી આ યુગમાં જોવી હેય તે પં. લાલન ને તેમના વિનીત શિષ્ય શ્રી શિવજીભાઈની જોડી આદર્શ સમાન છે. એક વખત મુંબઈના કેટના વિશાળ વ્યાખ્યાન હોલમાં મોટી સભા હતી. ને જેમાં મહાત્મા ગાંધીજીની પણ હાજરી હતી. જે વિષય પર પં. લાલન ભાષણ આપતા હતા, તે સમયે તેમના પગના મોજા નીચે ઉતરી જવાથી વિનીત શિષ્ય શ્રી શીવજીભાઈ હજારોની માનવમેદનીમાં ઉભા થયા ને કોઈને ખબર ન પડે તે રીતે તેમના મોજાં ઉંચા કરી દીધા. ને હજારે માનવેને ભગવાન મહાવીરને વિનયને મૂળ મંત્ર મૌનપણે શીખવ્યું.

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478