________________
પંડિતજીની પ્રતિભા
( ૩૭૩ )
વિદેશ ગમન
ઈ. સ. ૧૯૩૬ માં અમારા પૂજ્ય ગુરૂદેવ ઘાટકોપર બિરાજમાન હતા ત્યારે પં. લાલન લંડનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનીધી તરીકે વ્યાખ્યાન આપવા જવાના હતા ત્યારે આશીર્વાદ લેવા આવ્યા હતા. તે વખતે બેલી ઉડ્યા કે ભગવાન મહાવીરનો બાળક લાલન ભગવાનને સંદેશે સંભળાવવા વિલાયત જાય છે, ૮૦ વર્ષને યુવક લાલન વિલાયત માટે તરૂણવત્ દોડી રહ્યો છે, છતાં સમાજ લાલનને લાડબાળ લાલન કહેવાને બદલે ૮૦ વર્ષને વૃદ્ધ કહે છે. છતાં આપ જેવા ગુરૂદેવેના પ્રતાપે આ ઉમરે પણ યુવક છું. ને ભગવાન મહાવીરને દિવ્ય સંદેશ યુવક વાણીમાં સંભળાવીશ. આમ રમુજી ટકોર કરીને આશીર્વાદ લઈને વિલાયત માટે વિદાય થયા.
ઇગ્લીશનું પ્રાથમિક જ્ઞાન હોવા છતાં પિતાની વકતૃત્વની લલીતકળાને લીધે પં. લાલન વિલાયતના પ્લેટફોર્મને પણ મહાવીરના દિવ્યનાદથી દશ દિશાને શું જાવી દેતા હતા.
પૂજ્ય ગુરૂદેવના પાસે ગુરૂ તથા શિષ્યની જોડીને આટલો પરિચય થયે હતે. ઈ. સ. ૧૯૪૦
અમારા ઘાટકોપરના નિવાસ દરમ્યાન પં. લાલન અચાનક આવ્યા હતા. તે સમયે વ્યાખ્યાન ચાલતું હતું.
આભાર્થિ મુનિશ્રી મેહનરૂષિજી મહારાજ.