________________
પંડિતજીની પ્રતિભા
( ૩૫૯ ) ત્યારે મને બથમાં લઇ નીચે બેસારેલ. યોગીએ મને કહ્યું કે શામજીભાઈ આ એક મહામુલ્ય રત્ન છે. પણ આજે સમાજની દશા ફેરવાઈ છે. કીંમત નથી પણ લાલન તે લાલન છે. એમની મીઠી વાણું અલૌકીક છે. એમ કહેતાં લાલન બેલ્યા, ગુરૂદેવ ! આવું મારામાં કંઈ નથી. આપને આશીર્વાદ. પણ શ્યામસુંદરને આપ જાણે છે ? તેણે એટલે ગુરૂજીએ કહ્યું કે આ મારે શામજીભાઈ ભગત છે અને ખુબજ સંસ્થાની સેવા કરે છે. એ વખતે પણ અમો ઘણા દિવસ રહીને ખુબજ આનંદ મેળવેલ. ગુરૂ પ્રત્યેની તેમની ભક્તિ અલૌકિક હતી. ગુરૂદેવે કહ્યું, લાલન હવે કયાં જવું છે? તેમણે કહ્યું કે મુંબઈ જવું છે. અને કહ્યું આજે જાઓ. શામજી સાથે રહેશે. ત્યાંથી અમે આશીર્વાદ લઈ જુદા પડયા. તેઓ મુંબઈ ગયા અને હું પાલીતાણા આવે,
૪. એક વખત શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સના અધિવેશનમાં સભા રાખી હતી. ન લખું પણ તેમને ખબર પડતાં અમારે મુકામે મળવા આવ્યા. શ્યામસુંદર આવેલ છે કે ? અમે ચાર જણ બેઠા હતા ત્યાં આવ્યા. ખુબજ વાતે કરી. કેન્ફરન્સ વિષે પણ વાત કરી. તેમને જોઈએ તે રસ તેમાં ન લાગ્યા. પ્રેમને વશ થઈને મને મળવા આવતા. મને બે ચાર વાતે સારી સારી સમજાવી. અને હજુ શ્યામસુંદર ! સમાજની સેવા બને તેટલી કરે. સાચી સેવા સ્વધર્મી બંધુઓની કરતાં શીખે અને અત્યારે તમારી જેવાએ બહાર આવીને જૈન સમાજની દરેક સંસ્થાની મુલાકાત લઈને સમાજ પ્રેમી બનીને ખુબજ કામ કરે. એજ મારે.