________________
પંડિતજીની પ્રતિભા
( ૩૬૫) એમણે લંડનમાં આધ્યાત્મિક લિટરેચર સંસાઈટ, સ્થાપી હતી. અનેક સભ્યોને શાકાહારી બનાવ્યા હતા, અમેરિકામાં મહેમ વીરચંદ રાઘવજી ગાંધી સાથે પણ ગયા હતા. અને ભાષણે કર્યા હતા. જેના દર્શનનું રહસ્ય અનેરી પદ્ધતિથી સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ પણ તે વખતે ત્યાં હતા. એમણે દયાનને અભ્યાસ (theoretical) નહીં પણ પ્રગરૂપ (practical) કરલે હતે.
સં. ૧૯૮૧ માં મારે નવપદજી પૂજાના અર્થ પ્રકાશિત કરવાના હતા, તે વખતે નવપદજીના વર્ષો સંબંધમાં તેમને પૂછતાં તેમણે પ્ર. લેડબીટરના man visible and invisible તથા thought-forms ના પુસ્તકો વાંચવા કહ્યું. કેમકે પ્ર. લેડબીટરે clairvoyance થી બુદ્ધિગમ્ય રીતે વિચારેની રંગીન આકૃતિઓ સિદ્ધ કરેલી છે તે આબેહુબ નવપદજીના વણેને લગભગ મળતી આવી.
શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત યોગબિંદુ ગ્રંથ ભાવનગરમાં સં. ૧૯૮૫ માં અમે વ. શ્રી કુંવરજીભાઈ, હેડમાસ્તર મેતીચંદભાઈ તથા સંઘવી દામોદર નેમચંદ. પૂ.કપૂરવિજયજી મહારાજ પાસે દાદાસાહેબમાં વાંચતા હતા ત્યારે વચ્ચે વચ્ચે પં. લાલન મહારાજશ્રીના દર્શનાર્થે આવતા હતા. ત્યારપછી યોગબિંદુ ઉપરના વિવેચનની નોટ પંડિતશ્રીએ મારા પાસે મંગાવી હતી અને તે સંબંધમાં સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવાના હતા. ત્યારપછી તેમણે ગ્રંથ તૈયાર કર્યો કે નહીં તે જાણવામાં આવ્યું નથી,