________________
( ૩૬૦ )
પંડિત લાલન
આશીર્વાદ. આવી ભાવના, એ વખતે એમની ઉમ્મર અવસ્થા લાયક બની. આંખની ઝાંખ હતી છતાં અવાજથી ઓળખીને મને ખુબજ આનંદ કરાવેલ.
છેલ્લો પરિચય પાલીતાણામાં પંડિતજીને થયો. તેમની સાથે એક ભાઈ આવેલ. તેમને આંખે બીલકુલ દેખાતું નહીં છતાં મારી ઓફીસ પાસે નીકળ્યા. મેં બેલાવ્યા. અવાજથી એ શ્યામસુંદર તમો અહીંઆ છે. બોલવામાં મીઠાશ બહુ જોવામાં આવી. મારા અહેભાગ્ય. આ પુન્યવાનના દરશન થયા. બે કલાક મારી ઓફીસે બેઠા. અત્યારની ચતુર્વિધ સંઘની પરિસ્થિતીની બહુજ વાત કરી અને કહ્યું જમાને બદલાણે છે. યુવાને બહાર પડીને હવે જે સુધારો માગે છે તે કરવા તત્પર બને. અમે કાંઠે બેઠા છીએ. તમે કરો અમારો આશીર્વાદ છે. પાલીતાણા માટે જરા તેમને બહુ જ લાગ્યું કે અત્યારની વિષમ પરિસ્થિતીમાં આપણું મધ્યમ વર્ગના ભાઈઓ માટે ખુબજ મહેનત કરે તમે મહેનતુ છે, બેલવાવાળા છે, સમજાવી શકે છે, પિસા લેતા આવડે છે. બસ છેલ્લી મુલાકાત થઈ. તેઓ અહીંયાંથી ગયા પછી થોડા ટાઈમ બાદ તેમને સ્વર્ગવાસ થયો. તેમના આત્માને શાતી એજ ભાવના.
પાલીતાણા આવેલ ત્યારે મને પુછેલ કે શીવજીભાઈ કયાં છે તે ખબર છે? મેં કહ્યું કે તેઓ પોંડીચેરી તરફ હશે. મારે પત્ર આવતું નથી. તેમણે કહ્યું કે એ એક અણમોલ રત્ન છે. બુઢા છતાં જુવાનીનું કામ કરે છે. તેમણે પણ જીવનમાં ઘણું જ કર્યું છે. તેમની સાથે પણ પરિચય