________________
( ૩૬૨ )
પંડિત લાલન
ગેઘા પાટણ ગામ ગંભીર,
નિર્મળ છે અર્ણવનાં નીર, એ કવિતા ચાલતી હતી. આજ તો ખંડેરાવસ્થામાં છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ચડતી પડતી આવે છે, તેમ હવે ક્ષેત્રની . ઉન્નતિ થોડા વખતમાં થવા યોગ્ય ખરી, વળી તમો તે ઘણું અનુભવી વ્યક્તિ છે, તેથી આગાહી પણ કરી શકે. ધર્મ સાથે અત્રે સહુ મજામાં છે. એ જ.
લીફતેહચંદ ઝવેરભાઈ
ને પ્રણામ. પં. લાલનના પરિચય-સંસ્મરણે.
પં. લાલન એક સરળ હદયી અધ્યાત્મ વિભૂતિ હતા. અમને ઘણું ઘણી વખત તેમને પરિચય થયું હતું. એમનામાં અનેક સદ્દગુણેને વિકાસ થયો હતે. નવીન નવીન વિદ્યા પ્રવૃત્તિ, મિલનસાર વૃત્તિ, મધુર પ્રસન્ન ભાષણ, કવિ, લેખક, વક્તા, મનનશીલ, સાહિત્યસેવી, ગુણાતા અને તત્વદર્શી ફિલસૂફ તરીકેના અનેક સદ્દગુણે હતા. ખાસ કરીને સં. ૧૯૮૧ માં અમે પન્નાલાલની ધર્મશાળામાં પાલીતાણામાં પાણી ફેર માટે રહેલા હતા તે વખતે પૂ. સન્મિત્ર શ્રી કWવિજયજી કાંટાવાળાની ધર્મશાળામાં હતા, તે પ્રસંગે પં. લાલન તેઓશ્રી પાસે અવાર નવાર આવતા જતા હતા. સામાઈક પોતે લઈ અમને લેવરાવી તેની ક્રિયાનું શરૂઆતથી તે પૂર્ણાહુતિ સુધી પૂ. શ્રી કરવિજયજીની હાજરીમાં યૌગિક પદ્ધતિથી આધ્યાત્મિક રહસ્ય સમજાવતા હતા. આસન-પ્રાણાયામ વડે કેટલીક