________________
પંડિતજીની પ્રતિભા
( ૩૫૭ )
(ભાઈશ્રી સોજપાર કેશવજીએ પાલીતાણુની શેઠ નરશી નાથા ધર્મશાળાની ૨૮ વર્ષ સુધી એકધારી સેવા કરી છે. તેમનામાં નમ્રતા સેવાવૃત્તિ અને કર્તવ્યભાન છે.)
પાલીતાણું તા. ૧૬-૫-૫૯ પરમ વહાલા દેશભક્ત કવિરાજ મુરબ્બી શીવજીભાઈ દેવશી ઉ (પંજાબમાં-મગનબાબા)ની સેવામાં,
લી. સેવક શામજી ભાઈચંદના જયજીનેન્દ્ર
મુરબ્બી લાલનસાહેબને અભિપ્રાય અને અનુભવ લખવા પ્રેરણું કરી. મારી શક્તિ નહીં. આપના આશીર્વાદથી પહેલા ગોધાના શીરનામે અભીપ્રાય લખેલ તે પત્ર ગુમ થયો. હવે આ પત્ર લખું છું. દીલના પ્રેમથી લખેલ છે. લાંબો પત્ર છે. જેને લાગે તો સ્થાન આપજે. આપના પ્રેમને લઈને લખેલ છે.
દારુ સેવક શામજી ભાઈચંદ માસ્તર
ના જયજીને. પંડિત લાલનસાહેબને મારો અનુભવ.
પહેલાં તે આ મહાપુરૂષને અભિપ્રાય લખવાની મારી શકતી નથી. કારણ આવા વિદ્વાને સમાજમાં બહુજ થડા. તે પણ મુરબ્બી શીવજીભાઈના પ્રેમના લઈને લખવા વિચાર થયો.
૧. પંડિત લાલનસાહેબને પહેલવહેલા કરાંચીમાં મળવાને પ્રસંગ આવ્યો. લગભગ સંવત. ૧૯૮૮ ની સાલ.