________________
( ૩૫૬ )
પંડિત લાલન ગણાઓ. તે કહે નહીં, ધર્મશાળાને લાભ લીધે છે, અને તમારા માણસની સેવા લીધી છે. તે આપવું જ જોઈએ. એટલે પરાણે મારા મેઢેથી બોલાવતા. હું ડરીને કહું જે બાપુજી પંદર રૂપીઆ સાધારણમાં મંડા. તો કહે નહીં. પંદર ઓછા થાશે. મેં લાભ ઘણે લીધે છે. માટે ૨૦) વીશ માંડો. માણસને આપવા વિષે કહું જે માણસને આઠ આઠ આના આપજે, કામ કરનારી બાઈઓને રૂપીએ આપજે, તે કહે નહી, એ તે ઘણા ઓછા થાય. ગરીબ આપણા ઉપર આશા ન રાખે તે કાના ઉપર રાખે હું કહું તેથી ત્રણગણા પૈસા એ મજુરને આપે અને વળી આપીને કહે જે ઓછું તે નથીને! આવી ઉદારતા મેં એએમાં જોઈ, નહીં તે મને એવા અનુભવે છે જે લખપતી શક્તિવાળા હોય તેઓને કહીએ જે એને રૂપીઓ આપજે. તે એઓ આઠ આનાથી કસવા માંડે એ જ એની ઉદારતાનું માપ હતું.
એઓ સ્વભાવના ઘણા જ આનંદી અને ખુશમશ્કરા હતા. તેઓ ઘણા વખત પોતાના કેટ ઉપર લાલન એવા નામનું લેબલ મારીને ફરતા. એઢવાની છત્રીને કોઈ દિવસ છત્રી નહીં કહેતા. મારી નવ ચાર્ક (૩૬) કયાં છે? એવી તે ઘણી વાતેથી એ અમારા જેવા અજ્ઞાનેને આનંદ કરાવતા.
વિશેષમાં મારી બુદ્ધી એએના સ્વભાવનું કે જ્ઞાનનું શું માપ કાઢી શકે? એ જ.
લી સેજપાર કેશવજી કે. શેઠ નરશી નાથા ધર્મશાળા