________________
પંડિત લાલન
શ્રી લાલન સાહેબનું સામાયિક બહુ જાણીતું છે. એમ લાગે છે કે સામાયિકને એમણે જીવનમાં સમતાનો લાભ કરવાનું સાચું વાહન બનાવ્યું હતું, અને સાચું સામાયિક કેને કહેવાય એનું એમણે છાંત પૂરૂં પાડયું હતું. એક સાચા સામાયિકના ઉપાસક તરીકે આપણે શ્રી લાલન સાહેબને હમેશાં સમય કરીશ.
* આટલી ઉત્કટ ધાર્મિકતાની સાથોસાથ ભારોભાર રાષ્ટ્રીયતા, એ શ્રી લાલન સાહેબની ન ભૂલી શકાય એવી વિશિષ્ટતા હતી. પિતાના ધર્મનું અણીશુદ્ધ પાલન કરવાની સાથોસાથ મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રઉદ્ધારની પ્રવૃત્તિનું એમણે મહત્વ પિછાન્યું અને એમાં પિતાને બનતે સક્રિય સાથ આપો, એ શ્રી લાલન સાહેબની વ્યાપક અને ઉદાર દષ્ટિનું સૂચન કરે છે.
શ્રી લાલન સાહેબે ચાર–સાડાચાર વર્ષ લગી પરદેશમાં જન ધમને અહિંસાને સંદેશ સંભળાવવાનું જે અજોડ કાર્ય કર્યું હતું, એ તે એમના જીવનની યશ કલગીરૂપ બની રહેશે. અત્યારે જ્યારે આખા વિશ્વમાં અહિંસાને પ્રચાર કરવાને સોનેરી અવસર આવ્યું છે ત્યારે શ્રી લાલન સાહેબનું સહેજે સમરણ થઈ આવે છે. એમણે આદરેલા એ કાર્યને વ્યવસ્થિતપણે અને વેગપૂર્વક આગળ વધારવું એ જ આવા પવિત્ર ધર્માત્મા સંતપુરૂષને સાચી અંજલિ છે.
રતીલાલ દીપચંદ દેસાઈ