________________
પંડિતજીની પ્રતિભા
( ૩૪૯)
પૂજ્ય પં. લાલનબાપુજીને સં. ૧૯૭૦ માગશર સુદ ૬ માં નિપાણ બાવનજીનાલયની પ્રતિષ્ઠા વખતે શ્રી સંધ તરફથી તેમને અત્રે વ્યાખ્યાન કરવા સારૂ લાવવામાં આવ્યા હતા. તેમનું નામ મેં સાંભળેલું છતાં પ્રથમ જ તે વખતે તેમની તથા મારી મુલાકાત થઈ. હું કેપ્ટન તરીકે સદર પ્રતિષ્ઠા મહોત્સવમાં કામ કરતું હતું. શ્રી સંઘના આમંત્રણને માન આપી તેઓ અત્રે પધાર્યા. તેઓશ્રીને બહુ ધામધુમથી મોટા સરઘસ સાથે ગામમાં લાવવામાં આવ્યા. નિપાણીના શ્રી ઠાકોર (સરકાર) ના અધ્યક્ષપણા નીચે એક વ્યાખ્યાન થયું. બીજા પણ સવાર સાંજ વ્યાખ્યાને થયા, અને અત્રે પધારેલા સંઘમાં એવી જાગ્રતી કરી કે- “જ્ઞાન વિના ઘેર અંધકાર છે. એની દાખલા સાથે પ્રતીતી કરી આપી. અને વ્યાખ્યાનમાંથી ચિત્રકાર અને વિચિત્રકારને એક દાખલો આપેલ હજુ મને યાદ આવે છે. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી અત્રે કરાઓને ભણવા સારૂ દક્ષિણ મહારાષ્ટ્રમાં એક બેડીંગ નથી તેના માટે યોજના ઘડાઈ. તે વખતે મેસાણાના શિક્ષક મણીલાલ સુંદરજી શાહ પણ આવ્યા હતા. બહુ પ્રયત્ન કરી સંઘમાંથી આગેવાનેને મળી સમજાવી લગભગ રૂપીયા ચાલીશ હજારની રકમ બેંધાવી પછી તે કામ મણીલાલભાઈને સુપ્રત કરવામાં આવ્યું. પછી તેઓ મુંબઈ ચાલ્યા ગયા. પૂ. લાલનબાપુજી જેટલા દિવસ મહારાષ્ટ્રમાં હતા તેટલા દિવસ સુધી હું તેમની સાથે રહેલે. અને તેમના વ્યાખ્યાને મેં અત્યંત આદર પૂર્વક સાંભળેલા. તેમજ તેમની સાથે ખાનગીમાં બેસી વિચાર
છે. પ્રતિષ્ઠા કરી
કરોઓને
તે રાષ્ટ્રમાં એક