________________
પંડિતજીની પ્રતિભા
( ૩૫૭)
પાલીતાણુ, તા. ૧૮-૫-૧૯૫૯ પરમ પૂજ્ય શિવબાપુની સેવામાં
| મુ, ભાવનગર - પૂજ્ય શ્રી પંડિત લાલન સાહેબ સાથે મારે પરિચય લખી જણાવું છું.
શ્રી પંડિત લાલન સાહેબને પહેલો પરિચય આવત ૧૯૭૫ ની સાલમાં પાંચરા મુકામે થયો. તે વખતે હું પાંચેરા રેહેતે હતે. પાંચારામાં શેઠ વછરાજ રૂપચર જૈન પાઠશાળાનું મકાન રૂા. ૩૦૦૦૦) ત્રીસ હજારના ખર્ચનું નવું બંધાવ્યું, અને તેના ઉદઘાટન વખતે પાંચરાના સંઘે પંડિતજીને બોલાવેલા. હુ તેઓની ખ્યાતી તથા લેખો આનંદ નામના માસીકમાં વાંચતે. અને જૈન ધર્મ પ્રવેશીકા નામની ચોપડીઓ તેઓની બનાવેલી એ પાઠશાળામાં બાળકોને શિક્ષણમાં ચાલતી. અને હું પણ તે ભણેલો તેથી મને અણદીઠે તેઓ ઉપર લાગણી થાતી અને તેઓને જોવાની જીજ્ઞાસા થાતી. તે કુદરતે એ પાઠશાળાના ઉદ્દઘાટન ઉપર આવ્યા. ત્યાં મેં એઓના ભાષણે સાંભળ્યા. મને તથા પાંચરાના આખા સમાજ ઉપર તેઓના ભાષણની ઘણી જ સારી અને ઊંડી છાપ પડી. હું તે એઓનું ભાષણ સાંભળી દીંગ થઈ ગયો. કારણ એવી વસ્તૃત્વ કળા વાળું ભાષણ મેં પહેલું જ સાંભળ્યું. ભાષણ કેળવણી ઉપર હતું. તેઓની ભાષણ કરવાની અને વસ્તુને સમજાવવાની