________________
પીડિતજીની પ્રતિભા
( ૩૫૧ ) તેમના એક ભક્ત તરીકે હતો. અમારા ઘરમાં ચી. બુદ્ધિચંદ્ર તથા ચી. વિનયબેન તેમના પરિચયમાં આવ્યા હતા, તેમની ૯૧ વર્ષે મુંબઈમાં જયુબીલી થઈ હતી ત્યારે તેઓ તેમની સાથે હતા. અને ચી. વિનય એને સ્વાગત પદ્ય ગાયું હતું અને પૂ. લાલન બાપુના વિચારો સાથે તેઓ એક રૂપ થયા હતા. તેમનું તેમના પ્રત્યે બહુમાન હતું. આવી રીતે હું અને અમારા ઘરના બધા તેમના પ્રત્યે ભતી ભાવ ધરાવનાર ભક્ત છીએ. પૂ. લાલનબાપુ હજુ અમને અમારી આંખ સામે પ્રત્યક્ષ દેખાય છે. તેઓને અમો કદી ભુલશું નહીં. તેઓ ત્યાગી તેમજ નીયમીત હતા.
લી. નેમચંદ જેઠીરામ મહેતા
(નીપાણી વાળા) . (આ પત્ર લખનારા ભાઈશ્રી નેમચંદ જેઠીરામ ની પાણીમાં રહે છે. તેમનામાં ઉત્સાહ છે, પ્રેમ છે, ઉદારતા છે, અને સત્સંગના રંગી છે.)
- પાલીતાણા તા. ૧૮-૫-૫૯ પૂ. શિવજીબાપા,
૫. લાલનબાપાનો પરિચય કરવાની પ્રથમ તક મને ૧૯૪ર માં મળેલ. જયારે હું જામનગરથી આવતું હતું. પૂ. લાલનસાહેબ અને હું એક જ ડબામાં સાથે. આ નામથી જરૂર હું તેમને જાણતો. પણ તેમનાં દર્શન થયેલ નહીં. પ્રથમ ડબામાં મારી નજર તેમના પાતળા ખાદીમય શરીર પર પડી. જભાના ખીસાપર લેબલ લગાડેલ જોયું. તેમના પર લખેલ પંડિત લાલન. આ જોઈ મને જરા આશ્ચર્ય તે લાગ્યું.