________________
(૩૫૨)
પંડિત લાલન
મેં કહ્યું લાલનસાહેબ આ લેબલને અર્થ શું? હું લાલન છું, મેં કહેલ છેટી રીતે શક્તિ ખર્ચવી ન પડે. તેમણે કહ્યું હું અભ્યાસ અર્થે સેનગઢ જઈ રહ્યો છું. મેં કહ્યું આપની ઉમર શું? તેમણે કહ્યું પંચાશી વર્ષ, હું નવયુવાન છું. મારા જ્ઞાનતંતુ હજુ અભ્યાસ માટે ખૂબ સાફ અને તંદુરસ્ત છે. કેટલું અસાધારણ આત્મબળ એ મહાપુરૂષનું!
ત્યારબાદ તે તેમણે રાષ્ટ્રીય સમાજસેવા, સામાજીક કાતીની ખૂબ ચર્ચાઓ કરી. સત્ય દર્શન અમોને કરાવ્યા, એ હતી અમારા જીવનની કીંમતી રાત. જે એ મહાને ફલેસફર સાથે ગાળવાની કીંમતી તક અમને મળેલ.
સમાજસેવા, સામાજીક કાંતિ, રાષ્ટ્રીવિકાસ તથા શિક્ષ શુની આવશ્યક્તાઓ તથા ધર્મનું સાચું ચીંતન માટે એ હંમેશા એક ભારતના નૂતન યુવાનની માફક જીદગીના છેટલા દિવસ સુધી જીવ્યા છે. અને મહાન વારસો આપણા માટે જ્ઞાનરૂપી રાખતા ગયા છે. તેમના પવિત્ર વિચાર આજે આપણા સામે જીવંતજ છે, અને રહેશે. એમણે રાખેલ અપૂર્ણ ચિત્ર આપણે પુરૂં કરવાનું છે. અને તે કરવા આપણે શપથ લઈએ એજ. એ મહાનપુરૂષ માટેની સાચી લાગણએનું જીવંત પ્રતિક છે.
" આપને,
કાફે નારસિંગ બ્રહ્મભટ, (આ પત્ર લખનાર ભાઇ શ્રી કાકુ નારસીંગ બારોટ છે. તેમનામાં સમયસૂચકતા અને નિર્ભયતા છે. તેઓ સત્સંગના રંગી છે, અને વિચારક છે.)