________________
( ૩૪૮ )
પંડિત લાલને
ઉપર મમતા હતા હમેશાં કોડાય આવતા, અને કેડાયની મુમુક્ષુ જનતાને ખૂબ લાભ આપતા હતા.
લી. ડાયનિવાસી, લાલજી એભાયા
ના નેહવંદન. (આ પત્ર લખનારા ભાઈ લાલજી એભાયા ઘણે ભાગે કચ્છકેડાયમાં રહે છે. શ્રી સદારામ પ્રવૃતિ સંસ્થાના તેઓ ટ્રસ્ટી હતા. તેમનામાં સંતોષવૃત્તિ છે. તેઓ વિચારક અને સુધારક છે.)
નિપા તા. ૨૮-૪-૫૯ પૂજ્ય શ્રી ભાઈ શિવજી દેવશીની સેવામાં
આપનું પેસ્ટ કવર મળ્યું. પ. પૂ. લાલનબાપુજીનું જીવનચરિત્ર છપાય છે તે વાંચી ઘણે આનંદ થયો. આપને પ્રયત્ન સફળ થાઓ.
બીજું મારા પં. લાલનબાપુજી સંબંધીના વિચારે અને તેમની સાથે પરિચય ટુંકમાં લખી જણાવેલ છે. તે વાંચી તેમાંથી જેટલું લેવા જેવું હોય તેટલું લેજે. મારી માતૃભાષા ગુજરાતી હોવા છતાં અત્રે ઘણા વર્ષોથી મરાઠી ભાષાને પરિચય થવાથી ગુજરાતી ભાષાના શબ્દ બરાબર લખાઈ શક્તા નથી અને તેથી શબ્દોમાં ફેરફાર થવાનો સંભવ છે. માટે તેમાં સુધારો કરી લેવા આપને વિનંતી છે. અને તે બાબત તમે સર્વાધિકારી છે. હું આપને ભુલ્યો નથી અને ભુલીશ પણ નહીં.
આપને નમ્ર સેવક નેમચંદ જેઠીરામ મહેતા, દઃ બુદ્ધિચંદ્રના જ્યછદ્ર