________________
( ૩૪૬ )
પંડિત લાલન
ટુકામાં તેના સાર નીચે પ્રમાણે છેઃ—
૧. દેશ અને કાળ કલ્પિત છે, તેથી ઇતિહાસ, ભૂગેાળ, જન્મ, મરણુ, અને જગતની ઉત્પતિનાં વિચાર નવી પદ્ધતિ પ્રમાણે-નવી રીતે કરવા જોઇએ.
૨. ચતુથ પરિમાણુ અથવા અંદરથી જોઇ શકાય પણ ખહારથી જોઇ શકાય નહિ. જેમકે સ્વપ્નું' અંદરથી જોઇ શકાય પણુ મહારથી જોઇ શકાય નહિ, તેવી જ રીતે આખી જાગ્રત દશા પણું અંદરથી દેખાય બહારથી દ્વેખાય નહિ.
૩. આ મતને દૃષ્ટિ-સૃષ્ટિવાદ પણ કહે છે
૪. દૃષ્ટિ-સૃષ્ટિવાદમાં દૃષ્ટિ પહેલાં સૃષ્ટિ નથી. તેથી એ આંખથી જોવાની વસ્તુ નથી પણ ગણીતથી અથવા બુદ્ધિથી સિદ્ધ થઇ શકે છે.
૫. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાના વિચારથી સાપેક્ષવાદ સરળતાથી સમજી શકાય તેવા છે.
( આ પત્ર લખનારનું નામ છે સ્વામી માધવતી. તેમણે અમદાવાદ પાસે આશ્રમ કરેલ છે. તેમની તાત્ત્વિક દૃષ્ટિ છે, તેમને મુખ્ય વિષય છે. વેદ્દાંત અને યાગ. તેમની દૃષ્ટિ વિશાળ છે અને દિલ દિલાવર છે. )
આ વિષય ઉપર મેં એક જુદુ· પુસ્તક પણ લખેલ છે.