________________
( ૩૪૪ )
સાક્ષાત દર્શન થયા હતા. તે પછી અનુભવ લેવાની વિદ્યા તેને મળી હતી.
પંડિત લાલન
સાક્ષીના આત્મારૂપે
""
ઇ. સ. ૧૯૨૦ માં મેં “ અરવિંદ ઘાષનું તત્ત્વજ્ઞાન પુસ્તક પ્રસિદ્ધ કર્યું'. પંડિતજીને ખબર પડી એટલે મને કહ્યું કે “ એક જાહેર ભાષણ આપીને શ્રી અરવિંદને સિદ્ધાન્ત સમજાવે . ” તે પ્રમાણે ભાષણ નક્કી થયું. પંડિતજી તે વખતે પ્રમુખ થયા. અને મે' શ્રી અરવિંદના અવતારવાદ સમજાવ્યે. પછી અમે એકાંતમાં મળ્યા ત્યારે પતિજીએ મને પૂછ્યું. કે જે શુદ્ધ બ્રહ્મ નિર'જન નિરાકાર છે, તેના અવતાર શી રીતે થતા હશે તે સમજાતુ' નથી. મેં કહ્યુ કે બ્રહ્મના બે સ્વરૂપ છેઃ—
૧. આધ્યાત્મિક સ્વરૂપ-નિરજન નિરાકાર છે અને તેના અવતાર થાય નહિ.
૨. આધિદૈવિક સ્વરૂપમાં થાડી માયા રહે છે અને માયાદ્વારા અવતાર થઈ શકે છે. શ્રી અરવિંદ એમ માને છે કે આધ્યાત્મિક કરતાં આધિદૈવિકમાં શક્તિ વધારે છે, અને તેથી તે સમાજને વધારે ઉપયાગી છે.
એકવાર અમે રાજકાટમાં મળ્યા હતા અને પંડિતજી રાજકોટથી મુંબઇ જવાની તૈયારી કરતા હતા. મેં પૂછ્યું કે “ સાથે કેટલા દાગીના છે ? ” તેણે કહ્યું કે “ પાંચ ’ મે' કહ્યુ` કે નજરે તેા ચાર દાગીના દેખાય છે. તેણે કહ્યુ કે “ પાંચમા દાગીના લાલન છે.” તેને પણુ એક દાગીના તરીકે સંભાળવા પડે છે.