________________
પંડિતજીની પ્રતિભા
( ૩૪૩ )
છે. અને આ આરામાં કેઈને મેક્ષ થવાને નથી. તેના જવાબમાં પંડિતજીએ કહ્યું કે “આપણે પ્રયત્ન કરીને, સાધના કરીને મોક્ષના બારણા સુધી તે પહોંચી જશું અને પછી જ્યારે મોક્ષને દૂરવાજો ઉઘડશે ત્યારે તેમાં દાખલ થવાને આપણને પહેલી વખત મળશે.”
પંડિતજી હમેશાં આશાવાદી હતા. તેમના મુખમાંથી નિરાશાને શબ્દ નીકળતું નહોતું. તેમને અમેરિકન લેખક એમર્સનના લેખે બહુ ગમતા હતા. કારણ કે તેમાં તેને જોઈતે સર્વાત્મ ભાવ મળી શકતું હતું. તેમની ૬૦ વર્ષની ઉમર થઈ ત્યારે કેઈએ પૂછ્યું કે તમારી ઉમર કેટલી છે? ત્યારે તેમણે જવાબ આપે કે ૬૦ વર્ષને જુવાન, ૭૦ વર્ષની ઉમરે અને ૮૦ વર્ષની ઉમરે પણ એ જવાબ આપતા હતા. એવી ભાવનાને લઈને ૫ વર્ષની ઉમર સુધી પહોંચી શક્યા હતા.
તે કોઈને ઘેર જતા અને ઘરમાં બાઈ એકલી હોય ત્યારે એમ પૂછતા કે “મારા બનેવી કયાં છે?” કઈ બાઈએ કહ્યું કે “એમ કેમ પૂછે છે?” એટલે પંડિતજીએ કહ્યું કે “તું મારી બહેન થાય છે. તે તારે પતિ મારે બનેવી કેમ ન થાય ?”
ઈ. સ. ૧૯૧૬ માં ઘાટકુપરમાં એક વાર તે સ્વામી હંસની પાસે બેઠા હતા. હું પણ તે વખતે હાજર હતે. તે સ્વામી હંસને તેનું જીવન વૃત્તાંત પૂછતા હતા અને સવામીજી કહેતા હતા કે હિમાલયમાં તેને ગુરૂ દત્તાત્રયના