________________
પતિજીની પ્રતિભા
( ૭૩૭ ) પ્રચારની એમની ધગશ અને ધર્મના ઉંડા તત્વાને જાણુ વાની એમની જિજ્ઞાસા જિન્દગીના છેડા સુધી છન્નુ વર્ષની ઉંમર સુધી પણ કુંઠિત થઈ ન હતી. મનને નીતેનીસ, મન હવે સાર એ ઉક્તિ મુજબ લાલનસાહેબે પેાતાના જીવનમાં સદાય જયના જ અનુભવ કર્યાં છે, જેના મનને વાકય સ્પર્શી શકતું નથી. એના કદી પરાજ્ય થતા નથી, અને સદા વિજય હાંસલ કરવાને આ કીમિયા, એનુ' નામ જ આત્મસાધના, અને આત્મશક્તિ, શ્રી લાલનસાહેબ એ માર્ગના જ ઉપાસક હતા.
એમની તત્ત્વજિજ્ઞાસા તા એવી કે એને સતાષવા એ ગમે તેની પાસે પણ જઈ પહોંચે અને એમ કરવામાં આખરૂ, પ્રતિષ્ઠા કે ગૌરવભંગના કોઇ વિચાર એમને રાકી શકે નહીં, એમ કરવા જતાં સમાજમાં પોતાને માટે ગેરસમજ ઊભી થશે, પોતે લેાકનિંઢાના ભાગ બનશે કે સામા માણસા પેાતાના ગેરઉપયાગ કરશે-એવા બધા ભયને એ ખ'ખેરી નાખતા અને જે વખતે જે કરવા જેવુ લાગે એમાં એ તન્મય બનીને લાગી જતા. હૃદયની ઊમિલતા કે ભાવુક્તાના જ જાણે તેઓ ઉપાસક હતા.
પેાતે ધર્મતત્ત્વને સમજવુ' અને બીજાને એ સમજાવવું, એ એમના જીવનની માજ હતી; અને એ માજને લીધે જ એ હમેશાં આપ સ્વભાવમાં મસ્ત રહેતા, અને દુનિયાની જજાળ અને જળેાજળાથી પાતાના મંતરને અલિપ્ત રાખી શકતા. આ રીતે એમનુ જીવન જળકમળનાં જીવન્ત એધપાઠ સમુ અન્યું હતું.
२२