________________
પંડિતજીની પ્રતિભા
( ૩૭૮) " (આ લેખ લખનારા ભાઈશ્રીનું નામ છે શ્રી રતીલાલ દીપચંદ દેસાઈ. તેમનામાં વિદ્વતા અને નમ્રતા સાથે છે. તેઓ વક્તા છે. લેખક છે અને કવિ છે. તેમનામાં સેવાની ભાવના છે અને શાસનની દાઝ છે.)
પાલીતાણા, તા. ૬-૬-૫૯ પૂજ્ય શિવછતાદા,
આપનો પત્ર પ્રાપ્ત થયે. પ્રત્યુત્તર આપવામાં વિલંબ માટે ક્ષમા.
આપશ્રી પંડિત શ્રી લાલનજીની જીવન-ઝરમર આલેખી રહ્યા છે એ એક આનંદપ્રદ ખબર છે. આનંદ એટલા માટે નહિ કે આપના એક સનેહી-સ્વજનની પ્રશંસા પાથ રતી અને ગુણે ગણાવતી એક સુંદર પુસ્તિકા પ્રકાશિત કરશે ! આનંદ અને વિશિષ્ટ આનદ એટલા માટે કે આપ એક એવા મહાપુરૂષનું ચરિત્ર લખી રહ્યા છે કે જેણે હંમેશાં સૌ નેહીઓ, સવજને અને સારાયે સમાજમાં પ્રેરણા અને પ્રાણ પૂર્યો છે.!
આપની દ્વારા, વર્તમાન પત્રોથી અને કવચિત અંગત પરિચયથી પણ પં. લાલન વિષે ઘણું ઘણું જાણ્યું-સાંભળ્યું છે. હેમની વિશિષ્ટ વિદ્વતા, સમ્યજ્ઞાન, ઉત્તમ ચારિત્ર, અસામાન્ય સજજનતા, અગાધ ધર્મભાવના આવા આવા તે અનેક સગુણે અને સદ્ભાવનાએ તેમના જીવનમાં વણાયેલ હશે!