________________
( ૩૩૦ )
પંડિત લાલન
રહ્યો છું, અને કહે! મહાવીર શું ચંડકૌશિક હામે નહેતા ગયા?”
આ પરથી તેમના જીવનને ખરે કયાસ નીકળી શકે છે. આ જુવાન લાલન આપણી પાસે આજે નથી પણ તેની મીઠાશ-જેમના જેમના સંસર્ગમાં તેઓ આવ્યા છે તેમના દિલમાં ભરેલી પડેલી છે. - એ જોશીલા લાલનનું જેશ, એ રંગીલા લાલનના રંગે અને એ સમતાપ્રેમી લાલનની શાંત “લાલી આપણામાં પ્રસરા ! શાંતિ, કાલબાદેવી, મુંબઈ
બંસી તા. ૨૭-૪–૫૯
(આ લખનારનું નામ છે પ્રભુદાસ. તેમને સૌ બંસી તરીકે ઓળખે છે. “બંસી કંપની પ્રસિદ્ધ છે. એ ભાઈમાં સાહસિકતા, હિંમત, ધીરજ અને ઉત્સાહ સહજ છે. એઓ જાપાન જઈ આવ્યા છે. એમની કલમમાં જાદુ છે.
ઠેર ઠેર સામાયિકના રહસ્યને સમજાવનાર
પંડિત લાલજી સામાયિક પ્રયોગોને સમજાવવા ફરતા ફરતા સાવરકુંડલામાં એક વૈષ્ણવ સદભાવનાશાળી હરગોવિંદ શાહુકારને