________________
પંડિતજીની પ્રતિભા
(૩૩૧ ).
ત્યાં પંડિત લાલનજીનું આગમન થયું. ઉતરતાની સાથે પૂછયું અહીં સામાયિક કરનારાઓના ઘર કેટલા? કેમ પંડિતજી આપને પ્રચાર કરવા ઇચ્છા છે તે હમણાં જ થાળી વગડાઉં છું, સૌ ધર્મશાળામાં આવશે.
સમયસર સૌ આવ્યા. પંડિતજીએ ચરવળો કટાસણું લઈ ઉભા થઈ સામાયિક લેવાની શરૂઆત કરી. સૌથી વધુ ભાવવાળી સામાયિક કેણે કરેલી, પૂણિયા શ્રાવક, જેની સામાયિક ભગવાન મહાવીર દેવે વખાણું. આ ભાવ શાથી આવે નીતિની કમાણું, સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર, મનને સ તેષ, સાદાઈમાં આનંદ, આવા ગુણે આવે તે સામાયિકનું ફળ બેસે જ.
- સામાયિકને પાવર
એક વખત ભાવનગરમાં સામાયિક વિષે સમજાવતાં પંડિતજીએ કહેલું આજની કરેલી સામાયિકને પાવર ૨૪ કલાક રહે તે જ ક્યની સફળતા. સમતાની ખીલવણું કેવી રીતે કરવી, મૂળ ગુણ આત્માને સમતા છે. જે વિકૃતિ થઈ છે તે સામાયિક દ્વારા દૂર કરી લેગસમાં આવતા ૨૪ ભગવાને આચરેલી સમતા ખીલવવા તેમના ગુણેનું મરણ સામાયિકમાં કરતાં કરતાં સમતાને પાવર વધારો. એવી શુભેચ્છા.
સદગુણત્રીજી તા. ૨૫-૪-૫૯
નરશી નાથા ધર્મશાળા
પાલીતાણા