________________
પંડિતજીની પ્રતિભા
( ૩૧૫) તલસ્પર્શી અધ્યયન અને અવલોકન કરીને જે કાર્ય કર્યું છે તે એક હિતચિંતક અને સેવાપરાયણ માતા તરીકે કાર્ય કર્યું છે. અને તેથી જ તેમણે અનેક સ્ત્રી-પુરૂષના અને વિદ્વાનેના હદયમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માતા માનની ભૂખી હોતી નથીતે તે પ્રેમ જ ઈચ્છે છે. માટે જ ઇશ્વરને અને માતાને જગત “તું” થી સંબંધે છે. શ્રીયુત લાલનના પ્રેમીઓ તેમને “લાલન સાહેબ”થી નહિ પરંતુ “લાલન”થી સાધતા.
“યથા નામાસ્તથા ગુણા” નામ તેવા ગુણ બહુ ઓછા માણસમાં જોવામાં આવે છે. સામાન્ય રીતે તે એ અનુભવ થાય છે કે નામના અર્થથી ઉલટા વર્તનવાળા માણસે વધુ જોવામાં આવે છે. પરંતુ શ્રીયુત લાલને તે પિતાના નામની સાર્થકતા પિતાના કર્તવ્યથી પુરવાર કરી બતાવી છે. જેનામાં કશી મોટાઈ નહિ અભિમાન કે આડંબર નહિ, ન્હાના ક્ષેત્ર કે સમાજની મર્યાદા કે બંધન નહિ, સંકુચિતતા કે પૂર્વગ્રહ નહિ અને ન્હાના મોટા સૌની સાથે એક સરખું વર્તન અને સદ્દભાવ, દુખીયાના બેલી, સમાજના ઉત્કર્ષની ઉત્તમ ભાવના એવા શ્રીયુત લાલન હતા. - એકવડી કાયા, પણ પડછંદ કાઠું, શાંત અને ગંભીર મુદ્રા, પણ પ્રચંડ અવાજ, હૃદયની કોમળતા, પણ વાણુને વેગ-આ બધાને સુભગ સુમેળ તેમનામાં જોવા મળતા.
ધર્મ અને તત્વજ્ઞાનને ઊંડો અભ્યાસ, સર્વ દેશીય અવલોકન અને અવગાહન, એકાગ્ર ચિંતન અને મનન, એ