________________
પંડિતજીની પ્રતિભા
( ૧૭ ) છોડવામાં આવતા. છતાં એક શુરવીર અને ભડવીર તરીકે એકલા હાથે અને એકલા પડે તેઓ બધાને સામને કરતા, પિતાની વાત વિરોધીઓને સમજાવતા અને જરૂર પડે તે બધું સહન કરી લેતા. પરંતુ પિતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના કદી રહેતા નહિ. આવા પુરૂષો જ સમાજનું ક૯યાણ કરી શકે છે. પૂ. ગાંધીજીમાં પણ આ પ્રકારની કાર્યપદ્ધતિક્તી.
જ્ઞાન, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પણ તેમણે સમાજની ઘણી સેવા કરી છે. કચ્છી-પ્રજાના ઉત્થાનમાં અને ઉત્કર્ષમાં તેમણે એટલું સુંદર કાર્ય કર્યું છે અને એટલો બધે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યું છે કે આજે તે ભાઈએ અને બહેને માં જે શિક્ષણ, સંસ્કાર, સ્વચ્છતા, ધર્મપ્રેમ કે ભક્તિને વિકાસ જોવામાં આવે છે તેમાં શ્રી લાલનને પણ સારે હિરસે છે. જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કે ધર્મનાં બંધન સાચા સેવકોને નડતા નથી. જ્યાં જ્યાં અને ત્યારે જ્યારે અનુકુળ તક મળે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે પુરુષાર્થ અને પ્રયત્ન કરવામાં લેશ પણ પ્રમાદ ન સેવ એ કાર્યકરનું મુખ્ય સૂત્ર હોય છે.
જયાં જયાં પુષ્પ અને રસ હોય ત્યાં ત્યાં જમર ખેંચાઈને આવે છે. રસનું પાન કરવામાં મસ્ત બને છે અને સમયનું ભાન ભૂલી જાય છે. શ્રી લાલન જયાં જ્યાં જતા તે તે ગામમાં કણ કણ વિદ્વાન, પંડિત કે પરિચિત સ્વજન છે તેની માહિતી પૂછી તુરત જ તેમને મળવા જતા, બહુ જ પ્રેમપૂર્વક ભેટતા, ક્ષેમકુશળ પુછતા, આગળના મિલનની વાતે યાદ કરતા, નવા સર્જને અને નવી પ્રવૃત્તિઓથી