________________
પંડિતજીની પ્રતિભા
( ૩૨૫ )
અખંડ આનંદમાં આવે છે. તેઓ જે વાંચતા હશે તે સ્વામીજીને સારી રીતે જાણતા હશે. તેઓ વિદ્વાન છે અને નમ્ર છે.)
વૈશાખ સુદ ૫ જયપુર શહેર (રાજસ્થાન)
ઘીવાલકા રસ્તા, શ્રી આત્માનંદ જૈન ભવન,
તા. ૧૩-૫-૫૯ શ્રીયુત શિવજી દેવશી,
શ્રી ગેડીજી મહારાજ ઉપાશ્રયે. આપને પત્ર તા. ૯-૫-૫૯ ને લખેલ મળ્યો.
પંડિત લાલનને માટે ખાસ પરિચય નથી. મુંબઈમાં સ્વર્ગીય પૂ. પા. પંજાબકેસરી, યુગવીર આચાર્યદેવ શ્રીમદ વિજયવલભસૂરીશ્વરજી મ. સા. ના ચાતુર્માસમાં એકાદ વાર સામાયિક વિષયમાં વ્યાખ્યાન પછી ભાષણે આપેલાં તે મેં સાંભળેલા, જેથી હું કહી શકું છું કે એએના ભાષણે રેચક, કર્ણપ્રિય અને શ્રોતાજનેને ખુશ કરનારા હતા.
સં. ૧૨ માં પૂ. પા. પરમ ગુરૂદેવ શ્રીમદ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ. સાહેબનું ચાતુમસ વડેદરા (ગુજરાત) માં હતું. તે વખતે શ્રી પરમ ગુરૂદેવે પંડિત લાલનને પાશ્રીમાત્ય દેશોમાં જૈન ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. અને એઓ ત્યાં જઈ કેટલાક સમય ત્યાં જૈનધર્મને પ્રચાર કરતા રહ્યા. આ સંબંધમાં શ્રી પરમ ગુરૂદેવ ઉપર એઓના