________________
( ૩૨૬)
પંડિત લાલન
પ્રચાર સંબંધી પત્રો આવેલા. એમાં જાણવા જેવી અને ઉપયોગી હકીકત લખાયેલ હતી. પણ અફસોસ સ૬ અફસોસ છે કે એ પત્રો મારી પાસે નથી. નહીં તે આપને મોકલાવી આપત, જેથી એવણના જીવનચરિત્રમાં ઉપયોગી થાત, અસ્તુ, ભાવી પ્રબલ,
સં. ૨૦૦૭ માં શ્રી પરમ ગુરૂદેવ પાલણપુરથી વિહાર કરી પાલીતાણા પધારતા એક દિવસ લગભગ સાંજના પાંચેક વાગ્યે સેનગઢ શ્રી ચારિત્રાશ્રમમાં પધાર્યા. પંડિત લાલન સેનગઢમાં હતા. શ્રી પરમ ગુરૂદેવના પધારવાના સમાચાર સાંભળતા જ રાતના એઓ દર્શનાર્થે આવ્યા. અને લગભગ કલાકેક સ્થિરતા કરી ધમાં ચર્ચા કરી હતી. વાવૃદ્ધ અને નેત્રામાં જોતિ નહતી છતાં ભાવના હતી.
આપ ગુજરાનવાલા પંજાબમાં શ્રી પરમ ગુરૂદેવના દર્શનાર્થે આવેલા અને એઓશ્રીજીના જન્મ દિવસે ગુરૂ
સ્તુતિ રચી છપાવીને લાવ્યા હતા અને જનતામાં વિતરણ કરી હતી. એ શુભ પ્રસંગે આપે આપેલ ભાષણ તેમજ સં. ૨૦૦૭ માં પરમ ગુરૂદેવના પાલીતાણામાં પ્રવેશ પ્રસંગે તેમજ સં. ૨૦૦૮માં એઓશ્રીજીના જન્મ દિવસના પ્રસંગે આપે આપેલ ભાષણે હજુ સુધી મારા કણેમાં ગાજી રહેલ છે. ધર્મરને વિશેષ રાખશે. હાલ એ જ,
લીસ્વયમ
સમુદ્રવિજયના ધર્મલાભ, (આ પત્ર લખનાર પંજાબકેશરી શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય