________________
(૨૦)
પંડિત લાલન જે અન્ય નિકટની ઓળખાણ થઈ શકે છે એવી અમારી હતી. - જ્ઞાનની પિપાસા સાથે નમ્રતા એ શ્રી લાલનને એક અનુકરણ કરવા જે ગુણ હતે. એને પરિણામે જે કઈ એમના પરિચયમાં આવે તેને સારે માણસ માનીને જ તેઓ વર્તતા. અને હું માનું છું કે એમના એવા વિશ્વાસથી ઘણા માણસે સારા ન હતા તે સારા થયા હશે. સારા થવાને પ્રયને તે જરૂર કર્યા હશે.
સઘળેથી ગુણ ગ્રહણ કરવાની એમનામાં ખૂબ શક્તિ હતી. તે પણ એમની નમ્રતાને જ એક ભાગ હતી. અને છતાં પંડીત લાલનમાં દઢતાનો અભાવ હતું, એવું ન હતું. હિંદુ ધર્મમાં સૌને સરખે અધિકાર છે. પરંતુ ખ્રીસ્ત, બૌદ્ધ અને જૈનધર્મોમાં આદ્ય પ્રવર્તકેના બે ભાગ પાડવામાં આવ્યા,
૧ સાધુ-શ્રમણને ૨ ગૃહસ્થ જીવન ગાળનારાઓને આને લઈને એ ધર્મોને સંખ્યાની નજરે ગમે તેટલે લાભ થયે હેય. પરંતુ એ ધર્મોના સત્યના અનુસરણમાં તે ઘણી હાની થઈ છે.
ધર્મનું નેતાપણું બાહ્યાચારના અધિકારવાળા એક વર્ગના હાથમાં આવ્યું અને સામાન્ય માણસ તે પિતાને અધિકારી માનીને આસ્તિકતા, બાહ્યાચારવિધિ અને કમ કાંડમાં જ ધર્મની ઈતિશ્રી માનતે થશે. ધાર્મિક જીવનમાં સાચી પ્રગતિ કરવા માટે અધિકાર અંતરને હવે જોઈએ. એ મહાન સત્ય આ ભેદ પાડવામાં ભૂલાઈ ગયું હતું.