________________
( ૩૧૬ )
પંડિત લાલને તેમના જીવનની વિશિષ્ટતા હતા. સમાજના ઉત્થાનની ભાવનાને શ્રોતા આખર પર્યત તેમના આચાર, વિચાર અને વાણીમાંથી વહા કરતો હતે. દરેક વસ્તુનું અવલોકન કરવું, તેના ઉપર ચિંતન અને મનન કરવું, પછી તેને નિર્ણય કર અને છેવટે તેને અમલ કરે, આ તેમની કાર્યપદ્ધતિ હતી, આથી જ તેઓ જે નિશ્ચય કરતા તે પાર પડી શકતા હતા. ગમે તેટલો વિરોધ હોય, લોકે કે સમાજ ગમે તેટલી ટીકા કરે છતાં તે કદી ડરતા નહિં ડગતા નહિ. અને કાર્ય પાર પાડતા. એવા તે અડગ કાર્યકર્તા હતા. પોતે કરેલા નિર્ણયમાં ભૂલ છે. અથવા પિતે હાથ ધરેલ કાર્ય સમાજનું અહિતકર્તા છે. એવું જે તેમને પુરવાર કરવામાં આવતું અને જે તેમને તેની ખાત્રી થતી તે તેઓ પોતાની ભૂલ કબુલ કરી લેતા અને તુર્તજ ભૂલ સુધારી લેતા. આવી તેમનામાં સરલતા હતી. સમાજના નાયકામાં આવી સરલતા ભાગ્યે જ જોવા મળે. જેઓ આત્મકલ્યાણના સાચા સાધકે હોય છે. તેઓમાં જ આવી સરલતા હોય છે. સરલતા વડે જ સમભાવ કેળવી શકાય છે.
શ્રી લાલન પ્રગતિવાદી અને સુધારક હતા. સમાજના રીતરીવાજો, રૂઢી કે માન્યતા જે સમાજને પ્રગતિ કરવામાં અંતરાયરૂપ હોય તેને નાબુદ કરવામાં તેમણે બહુ જ અગ્રભાગ ભજવે છે. રૂઢીચુસ્તો તેમને સખ્ત વિરોધ કરતા કેઈ વખત તે તેમના ઉપર વાણીના, ટીકાના, ટીખળના કે આક્ષેપના અનેક બાણે અનેક દિશામાંથી એકીસાથે